અમદાવાદ, 17 ઓક્ટોબરઃ Hyundai India IPO ને ગુરુવારે બિડિંગના ત્રીજા દિવસે 2x સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિમિટેડ દ્વારા રૂ. 27,870 કરોડના પ્રારંભિક શેર વેચાણમાં 9.98 કરોડ શેરની સામે . બપોરે 2 વાગ્યે NSE ડેટા અનુસાર 19.96 કરોડ શેરની બિડ મળી હતી. ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs) માટેની કેટેગરીએ 5.93 ગણું સબ્સ્ક્રિપ્શન મેળવ્યું હતું જ્યારે રિટેલ વ્યક્તિગત રોકાણકારો (RIIs) માટેના ભાગને 44 ટકા સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. બિન-સંસ્થાકીય રોકાણકારોએ 41 ટકા સબ્સ્ક્રિપ્શન બુક કર્યું હતું. Hyundai Motor India Ltd (HMIL) એ સોમવારે એન્કર રોકાણકારો પાસેથી રૂ. 8,315 કરોડ એકત્ર કર્યા છે.

Sr.No.CategoryNo. of
times
1QIBs6.37
2NIIS0.46
3Retail0.45
4Employee1.63
Total997698102.15
(નોંધઃ બીએસઇની વેબસાઇટના 2.24 કલાકના ડેટા અનુસાર)

દેશનો સૌથી મોટો IPO છે, જે LICના રૂ. 21,000 કરોડના પ્રારંભિક શેર વેચાણને વટાવી ગયો છે. 17 ઓક્ટોબરે બિડિંગના છેલ્લા દિવસે Hyundai IPO GMP 1 ટકાથી નીચે ઉતરી ગયું છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ પ્રવૃત્તિઓને ટ્રૅક કરતા બહુવિધ પ્લેટફોર્મ્સ અનુસાર, હ્યુન્ડાઇ ઇન્ડિયાના શેર IPO કિંમત કરતાં રૂ. 14ની કિંમતની રેન્જમાં GMP પર કમાન્ડ કરી રહ્યાં છે. ઑક્ટોબર 22 (મંગળવાર)ના રોજ ફ્લેટ 0.71 ટકા પ્રીમિયમ લિસ્ટિંગની ધારણા બજાર વર્તુળો સેવી રહ્યા છે. પરંતુ માર્કેટના ખેલાડીઓ આ શેરમાં મોટી અફરા-તફરીનો સંકેત આપી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, આ IPOમાં શેરનો કોઈ નવો ઈશ્યુ નથી. 2003માં જાપાની ઓટોમેકર મારુતિ સુઝુકીએ તેનું માર્કેટ ડેબ્યુ કર્યા પછી બે દાયકામાં ભારતમાં કાર નિર્માતા દ્વારા આ પ્રથમ IPO છે. HMC, દક્ષિણ કોરિયાની પેરન્ટ, OFS દ્વારા તેનો હિસ્સો ઘટાડી રહી છે. IPO સંપૂર્ણપણે OFS હોવાથી, HMIL, મારુતિ સુઝુકી પછી દેશની બીજી સૌથી મોટી કાર ઉત્પાદક કંપની, જાહેર ઇશ્યુમાંથી કોઈ ભંડોળ મેળવશે નહીં.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)