અમદાવાદ, 15 મેઃ સેલ ઇન મે એડ ગો અવે કહેવત અમેરીકન શેરબજારોને લાગુ પડે તેવી સ્થિતિ ભારતીય શેરબજારોમાં જોવા મળી છે. મે માસના 10 ટ્રેડિંગ સેશન્સમાંથી 6 ટ્રેડિંગ સેશન્સમાં સેન્સેક્સે સુધારો નોંધાવ્યો છે. એટલું જ નહિં, મે માસમાં અત્યારસુધીમાં સેન્સેક્સ 1234 પોઇન્ટનો સુધારો નોંધાવવા સાથે 62300 પોઇન્ટની સપાટી પણ ક્રોસ કરી ચૂક્યો છે. તે જોતાં સેન્સેક્સ તેની 63583 પોઇન્ટની ઓલટાઇમ હાઇ સપાટીથી હવે માત્ર 1237 પોઇન્ટ છેટો રહ્યો છે.

DateOpenHighLowClose
28/04/202360,721.6161,209.4660,507.8361,112.44
2/05/202361,301.6161,486.2461,255.0061,354.71
3/05/202361,274.9661,274.9661,024.4461,193.30
4/05/202361,258.1361,797.9161,119.5661,749.25
5/05/202361,163.1061,585.5061,002.1761,054.29
8/05/202361,166.0961,854.1961,166.0961,764.25
9/05/202361,879.6862,027.5161,654.9461,761.33
10/05/202361,843.3661,974.3561,572.9361,940.20
11/05/202362,158.1062,168.2261,823.0761,904.52
12/05/202361,857.6962,110.9361,578.1562,027.90
15/05/202362,157.1062,562.6761,950.3062,345.71

સોમવારે સેન્સેક્સ 318 પોઇન્ટના સુધારા સાથે 62300 પોઇન્ટની સપાટીએ

કર્ણાટકના ચૂંટણી પરીણામો તેમજ વૈશ્વિક શેરબજારોની વિપરીત ચાલને અવગણીને ભારતીય શેરબજારોમાં સતત સુધારાની આગેકૂચ જારી રહેવા સાથે સેન્સેક્સે 62300 પોઇન્ટની સપાટી ક્રોસ કરી હતી. તો નિફ્ટીએ પણ 18400 પોઇન્ટ નજીક બંધ આપીને સંકેત આપ્યો છે કે માર્કેટ સેન્ટિમેન્ટ ધીરે ધીરે કોન્સોલિડેશનથી સુધારા તરફી બની રહ્યું છે.

વિગતસેન્સેક્સનિફ્ટી
ખુલી6215718339
વધી6256318459
ઘટી6195018288
બંધ6234618399
સુધારો31884
સુધારો0.51 ટકા0.46 ટકા

BSE સેન્સેક્સ 62,562.67 અને 61,950.30 પોઈન્ટ્સની રેન્જમાં ટ્રેડ થયા બાદ 317.81 પોઈન્ટ્સ વધીને 62345.71 પોઈન્ટ્સ બંધ રહ્યો હતો નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 18,458.90 અને 18,287.90 પોઈન્ટ્સની સપાટી વચ્ચે રમી છેલ્લે 84.05 પોઈન્ટ્સના ઉછાળા સાથે 18398.85 પોઈન્ટ્સની સપાટીએ બંધ રહ્યો હતો.

આજે બીએસઈમાં રિયલ્ટી, મેટલ, આઈટી, ટેકનો, બેન્ક, ઓટો અને ટેલીકોમ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે પાવર અને ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.47 ટકા અને 0.49 ટકા વધીને બંધ રહ્યા હતા.