મુંબઈ, 10 એપ્રિલ: મોરેશિયસ સ્થિત ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની ઈન્ડસઈન્ડ ઈન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડ (“IIHL”) અને ઈન્વેસ્કો લિમિટેડે સંયુક્ત સાહસ (“JV”) રચવા માટે એક નિશ્ચિત કરાર કર્યો છે અને IIHL ઈન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા લિમિટેડ (“IAMI”)માં 60 ટકા હિસ્સો હસ્તગત કરશે. IAMI એ 1.6 ટ્રિલિયન ડોલરથી વધુની એસેટ અંડર મેનેજમેન્ટ ધરાવતી અગ્રણી સ્વતંત્ર ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ કંપની ઈન્વેસ્કો લિમિટેડની ભારતીય પાંખ છે. IIHL એ ઈન્ડસઈન્ડ બેંકની પ્રમોટર એન્ટિટી છે જે ભારતમાં પાંચમા ક્રમની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક છે જે બીએસઈ અને એનએસઈ પર લિસ્ટેડ છે અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા નિયંત્રિત છે.

ઈન્વેસ્કો નવા રચાનારા સંયુક્ત સાહસમાં 40 ટકા હિસ્સો જાળવી રાખશે અને IIHL તથા ઈન્વેસ્કો બંને સ્પોન્સર સ્ટેટસ ધરાવશે. IAMI પાંચમી સૌથી મોટી ફોરેન એસેટ મેનેજર અને ભારતમાં 17મી સૌથી મોટી ડોમેસ્ટિક એસેટ મેનેજર છે જે 31 માર્ચ, 2024 સુધીમાં રૂ. 853.93 અબજની એસેટ અંડર મેનેજમેન્ટ તેમજ સંયુક્ત ઓનશોર અને ઓફશોર એડવાઇઝરી ધરાવે છે અને દેશભરમાં 40 શહેરોમાં હાજરી ધરાવે છે. IIHL ભારતભરમાં 11,000થી વધુ ટચ પોઇન્ટ્સ અને 45 મિલિયન કસ્ટમર બેઝનું મજબૂત ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે.

સ્વ. એસ. પી. હિંદુજાની વિઝનરી લીડરશિપ હેઠળ 1993માં સ્થપાયેલી IIHL ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ કંપની છે જેનું ગ્લોબલ બિઝનેસ લાઇસન્સ હેઠળ મોરેશિયસના ફાઇનાન્શિયલ સર્વિસ કમિશન દ્વારા નિયમન થાય છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા સંચાલિત તેના ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયોમાં બેંકિંગ સર્વિસીઝ (ઈન્ડસઈન્ડ બેંક, સ્ટર્લિંગ બેંક એન્ડ ટ્રસ્ટ લિમિટેડ – બહામાસ), કેપિટલ માર્કેટ એસેટ્સ (આફ્રિનેક્સ એક્સચેન્જ લિમિટેડ- મોરેશિયસ જે 13.5 અબજ ડોલરની અંતર્ગત સિક્યોરિટીઝની ક્યુમ્યુલેટિવ લિસ્ટિંગ ધરાવે છે) અને વેલ્થ મેનેજમેન્ટ સર્વિસીઝ (બેરીલસ કેપિટલ-યુકે, સ્વિટ્ઝર્લેન્ડ અને સિંગાપોર)નો સમાવેશ થાય છે.

IIHLની રિલાયન્સ કેપિટલ લિમિટેડ અને તેની પેટા કંપનીઓ (લાઇફ, હેલ્થ અને જનરલ ઇન્શ્યોરન્સ, એસેટ રિકન્સ્ટ્રક્શન, રિસર્ચ અને સિક્યોરિટી બ્રોકિંગ વગેરે)ના હસ્તાંતરણ માટેની બિડને તાજેતરમાં જ એનસીએલટી દ્વારા મંજૂરી મળી હતી અને તે રિસોલ્યુશન પ્લાનના અમલીકરણ પૂરા થવાની પ્રક્રિયામાં છે.

IIHLના ચેરમેન અશોક હિંદુજાએ જણાવ્યું હતું કે ઈન્વેસ્કો સાથેની આ ભાગીદારી ‘Partnership for Growth’ અને ‘Act Local Think Global’ ની અમારી બિઝનેસ ફિલોસોફી અને સિદ્ધાંતો સાથે મેળ ખાય છે. ભારત જ્યારે સમૃદ્ધતા, રોકાણકારોનો વિશ્વાસ અને સાનુકૂળ વસ્તી સાથે અભૂતપૂર્વ સંભાવનાઓ ઓફર કરે છે ત્યારે આ સૌથી સાનુકૂળ સમય છે, એમ IIHLના સીઈઓ મોસેસ હાર્ડિંગે જણાવ્યું હતું.

IAMIએ લોટસ ઈન્ડિયા એસેટ મેનેજમેન્ટ કંપનીના હસ્તાંતરણ સાથે 2008માં ભારતમાં કામગીરી શરૂ કરી હતી અને ત્યારથી તે 1.6 મિલિયન રિટેલ ઈન્વેસ્ટર ફોલિયો અને 39,000થી વધુ એમ્પેનલ થયેલા ડિસ્ટ્રીબ્યુટર્સ અને તેની 70 ટકાથી વધુ એયુએમ ઈક્વિટી અને ઈક્વિટી સંબંધિત એસેટ્સમાં ધરાવવા સુધી પહોંચી છે.

મોતીલાલ ઓસ્વાલ ઈન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સે IIHLને એક્સક્લુઝિવ ફાઇનાન્શિયલ એડવાઇઝર તરીકે સેવાઓ આપી હતી. ક્રોફર્ડ બેઇલી અને એઝેડબી અનુક્રમે  IIHL અને ઈન્વેસ્કોના લીગલ એડવાઇઝર્સ હતા.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)