1035 પોઇન્ટની વોલેટિલિટીના અંતે સેન્સેક્સ 443 પોઇન્ટ સુધર્યો, નિફ્ટી 15500 પોઇન્ટ ક્રોસ

ઇન્સ્ટિટ્યુશનલ અને એચએનઆઇ સ્માર્ટ ઇન્વેસ્ટર્સ સાબિત થઇ રહ્યા છે. નિફ્ટીએ 15000 પોઇન્ટની સપાટીથી શરૂ કરેલી રાહત રેલી તેમજ બેન્કિંગ, ફાઇનાન્સ, આઇટી, ટેકનોલોજી અને ઓટો શેર્સ ધીરે ધીરે સુધરી રહ્યા છે. જે દર્શાવે છે કે માર્કેટમાં પ્રત્યેક ઘટાડે તેઓની ટેકનો- ફન્ડામેન્ટલી મજબૂત અને ફેન્સી ધરાવતાં લાર્જ કેપ્સમાં ખરીદી શરૂ થઇ ગઇ છે.

ઓટો, આઇટી- ટેકનોલોજી, બેન્કિંગ- ફાઇનાન્સ, રિયાલ્ટી સહિતના સેક્ટર્સમાં એક ટકાથી 4 ટકા સુધીની રાહત રેલી સાથે સેન્સેક્સ ગુરુવારે 443.19 પોઇન્ટના સુધારા સાથે 52265.72 પોઇન્ટ બંધ રહ્યો હતો. સવારે 151 પોઇન્ટના ગેપઅપથી ખુલ્યા બાદ ઇન્ટ્રા-ડે 695 પોઇન્ટનો સુધારો અને 189 પોઇન્ટની નેગેટિવ ચાલ દર્શાવવા સાથે સેન્સેક્સે 1035 પોઇન્ટની વોલેટિલિટી નોંધાવી હતી. નિફ્ટી-50 પણ 143.35 પોઇન્ટના સુધારા સાથે 15500 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ક્રોસ કરવા સાથે 15556.65 પોઇન્ટ બંધ રહ્યો હતો.

એશિયાઇ શેરબજારોમાં સુધારાના સથવારે નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર સ્પીનિંગ ટોપ પેટર્ન સાથેની બુલિશ કેન્ડલ રચી છે. જે દર્શાવે છે કે, તેજી- મંદી વાળાઓ વચ્ચે હવે ખરાખરીનો જંગ જામી રહ્યો છે. જેમા નિફ્ટી 15380- 15400 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખે તે જરૂરૂ રહેશે. ઉપરમાં 15700- 15800 પોઇન્ટ સુધી સુધરવાના પણ એટલાંજ ચાન્સ છે. હાલના સંજોગોમાં નિફ્ટી 15700 ક્રોસ કરવા પ્રયાસ કરશે ત્યારબાદ પુલબેક સ્વીન જોવા મળે તો 15850- 15900 પોઇન્ટના લેવલ્સ દર્શાવી શકે છે.

માર્કેટબ્રેડ્થ પોઝિટિવ

ટ્રેડેડ 3434સુધર્યા 2038ઘટ્યા 1277
સેન્સેક્સસુધર્યા 27ઘટ્યા 3

FPI/ DII Activity

FPI– 2319.06 Cr.
DII+2438.31

મારૂતિ રૂ. 492 ઉછળી રૂ. 8275 બંધ રહ્યો

મારૂતિ સુઝુકીના શેરમાં આજે 6.33 ટકાનો હનુમાન કૂદકો જોવા મળ્યો હતો. શેર સવારે રૂ. 7782ની શુક્રવારની બંધ સપાટી સામે રૂ. 7793 ખુલી ઉપરમાં રૂ. 8319.80 થઇ છેલ્લે રૂ. 492.60ના ઉછાળા સાથે રૂ. 8274.60ની સપાટીએ બંધ રહ્યો હતો.

રિલાયન્સ જૂન મહિનામાં રૂ. 352 તૂટ્યો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો શેર આજે વધુ 1.62 ટકા ઘટાડા સાથે રૂ. 2464.60ની સપાટીએ બંધ રહ્યો હતો.ઉલ્લેખનીય છે કે, 3 જૂનના રોજ શેર ઇન્ટ્રા-ડે ટ્રેડમાં રૂ. 2,816.35ની ટોચે પહોંચ્યો હતો. ત્યાંથી અત્યારસુધીમાં રિલાયન્સનો શેર રૂ. 352નું હેવી કરેક્શન નોંધાવી ચૂક્યો છે.

ઓટો શેર્સ સુધારામાં ટોપ ગિયરમાં

કંપનીબંધસુધારો (ટકા)
મારૂતિ8274.606.33
આયશર મોટર્સ2818.455.95
હીરો મોટો2670.855.83
અશોક લેલેન્ડ139.644.61
મહિન્દ્રા- મહિન્દ્રા1028.054.41
બજાજ ઓટો3782.904.22
તાતા મોટર્સ407.203.61
એસ્કોર્ટ્સ1508.451.96

ભારતનું અર્થતંત્ર વૈશ્વિક પડકારો વચ્ચે 7-7.8 ટકાના દરે વૃદ્ધિ કરશે

દેશમાં સારા કૃષિ પાકો તેમજ ગ્રામ્ય જીડીપીમાં મજબૂત રિકવરી સાથે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થતંત્ર 7થી 7.8 ટકાના દરે વૃદ્ધિ કરશે. અર્થશાસ્ત્રી  આઈએસઆઈડીના ડિરેક્ટર નાગેશ કુમારે પણ 2022-23માં જીડીપી ગ્રોથ 7થી 7.8 ટકાની રેન્જમાં રહેવાનો આશાવાદ આપ્યો છે. ફ્રેન્ચ ઈકોનોમિસ્ટ ગાય સોર્મને પણ ભારત ફર્ટિલાઈઝરની આયાત અને વીજના ઉંચા ખર્ચની અસર થઈ શકે છે. વર્લ્ડ બેન્કે પણ આ વર્ષનો જીડીપી ગ્રોથ અંદાજ ઘટાડ્યો હોવા છતાં 7.5 ટકાનો અંદાજ આપ્યો છે. જ્યારે આરબીઆઈએ 7.2 ટકા જીડીપી ગ્રોથનું અનુમાન આપ્યુ છે.