ઇન્ટ્રા-ડે પિક્સઃ AMARAJABAT, ASTRAL, PIIND, AMBER ખરીદો
અમદાવાદ, 24 જુલાઇઃ શુક્રવારે સેન્સેક્સે 887 પોઇન્ટના કરેક્શન સાથે 66684 પોઇન્ટ અને નિફ્ટીએ 234 પોઇન્ટના ગાબડાં સાથે 19745 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ટેકનિકલી જોઇએ તો ગેપ-ડાઉન ઓપનિંગ બાદ નિફ્ટી 19800 પોઇન્ટની નીચે ટ્રેડ થયો છે. જેમાં પાંચ સળંગ હાયર હાઇ કેન્ડલ્સ પછી પહેલી વાર લોઅર લો કેન્ડલની રચના જોવા મળી છે. સોમવારે નિફ્ટી માટે 19600- 19500 અતિ મહત્વની સપોર્ટ અને ઉપરમાં 20000 પોઇન્ટની સપાટી અતિ મહત્વની રેઝિસ્ટન્સ સપાટીઓ પૂરવાર થઇ શકે છે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે એ ધ્યાન રાખવાનું રહેશે કે નિફ્ટી 19900 પોઇન્ટની સપાટી ફરી એકવાર ઝડપથી ક્રોસ કરે. નીચામાં 19700 તૂટે તો ફરી નવા શોર્ટ માટેની તૈયારી કરવાની સ્ટોપલોસ સાથે સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.
(TECHNICAL VIEWS BY STOXBOX)
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)