અમદાવાદઃ સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઇસિસ(SME) IPOમાં જે રોકાણકારોએ કેલેન્ડર વર્ષ 2022 દરમિયાન રોકાણ કર્યું હતું તેમને સારી કમાણી થઇ હોવાનું જોવા મળ્યું છે. 2021નું વર્ષ મેઇનબોર્ડ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું તે જ રીતે 2022નું વર્ષ એસએમઆઇ IPO માટે બમ્પર રિટર્ન આપનારું પૂરવાર થયું હતું.

109 IPO મારફત રૂ. 1874 કરોડ એકત્ર કરાયા

કેલેન્ડર વર્ષ 2021ની સરખામણીમાં જોઇએ તો કેલેન્ડર વર્ષ 2022માં 109 (59) SME IPO દ્વારા રૂ. 1874 કરોડ (રૂ. 746 કરોડ) એકત્ર કરાયા હતા.

8 IPOમાં 100 ટકાથી વધુ લિસ્ટિંગ રિટર્ન

લિસ્ટેડ SME IPO પૈકી સૌથી વધુ રિટર્ન 229 ટકા જોવા મળ્યું છે. 8 IPOમાં 100 ટકાથી વધુ લિસ્ટિંગ ડે રિટર્ન નોંધાયું છે. તેની સામે મેઇનબોર્ડમાં યોજાયેલા 40માંથી 25 IPOમાં લિસ્ટિંગ ડે રિટર્ન જોવા મળ્યું છે. લિસ્ટિંગથી અત્યારસુધીની સ્થિતિ અનુસાર જોઇએ તો 109માંથી 31 IPO 100 ટકાથી વધુ રિટર્ન આપી રહ્યા છે. તે પૈકી કૂલ કેપ્સ ઇન્ડસ્ટ્રીઝ રૂ. 38ની ઓફર સામે રૂ. 415ની સપાટીએ ઓલટાઇમ હાઇ સપાટીએ રમી છેલ્લે રૂ. 375ની સપાટીએ 888 ટકા રિટર્ન આપી રહ્યો છે.

જોકે ઊજળું એટલું દૂધ નથી હોતું અને ચમકે તે બધું સોનું નથી હોતું તે ન્યાયે જો રોકાણકારો યોગ્ય IPOની પસંદગીમાં માર ખાઇ જાય તો ખાયા પિયા કુછ નહિં, ગિલાસ તોડા બારાઆના પણ થઇ શકે તે ન્યાયે 5 SME IPOમાં 16-48 ટકા વચ્ચેનું નેગેટિવ રિટર્ન પણ નોંધાયું છે.

બેસ્ટ અને વર્સ્ટ SME IPO એટ એ ગ્લાન્સ

કંપનીસાઇઝઓફરલિસ્ટિંગ ડે ગેઇન (%)
Dphantom digital effects2895229
Agni Green Power510163
Baheti recycling industries1245153
Isolation energy2138110
Concord control systems855110
કંપનીસાઇઝઓફરલિસ્ટિંગ ડે લોસ (%)
Silver pearl hospitality918-16
Moxsh overseas10153-16
Reetech international11105-20
Swastika pipes59100-31
Bhatia colorchem3880-48