IPO લાવી રહેલ યુડીઝ સોલ્યુશન્સ રૂ.12.3 કરોડના ખર્ચે વિસ્તરણ અને હસ્તાંતરણ કરશે
અમદાવાદ, 18 જુલાઇઃ IPO ના એક પખવાડિયા પહેલાં બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ફોકસ્ડ એન્ટરપ્રાઈઝ સોલ્યુશન્સ ટેકનોલોજી કંપની યુડીઝ સોલ્યુશન્સ તેની મુખ્ય ઓફરને મજબૂત બનાવવા ભારત, અમેરિકા, કેનેડા અને યુરોપમાં હસ્તાંતરણ કરવાની દિશામાં આગળ ધપી રહ્યું છે. કંપની તેની કુલ આવકમાંથી આશરે રૂ.12.31 કરોડના ખર્ચે હસ્તાંતરણ અને વિસ્તરણ કરશે.
કંપનીના ચેરમેન અને ડિરેક્ટર ભરત પટેલ જણાવે છે કે અમે હવે અમારો પોતાનો ગેમ સ્ટુડિયો સ્થાપી રહ્યા છીએ. આનાથી અમને ઈનોવેશન, અમારો ગેમ પોર્ટફોલિયો વિસ્તારવા માટે તથા અમારા ગેમીંગ અનુભવમાં વૃધ્ધિ માટે જરૂરી સાધનો મેળવવા, ઈનોવેશનને આગળ ધપાવવા, ગેમીંગ પોર્ટફોલિયોમાં વૃધ્ધિ કરવા અને ગેમર કોમ્યુનિટીના અનુભવમાં વૃધ્ધિ કરવા માટે યુડીઝ સોલ્યુશન્સ હવે અમારા સ્કીલ સેટ્સને પૂરક બની રહે તેવા સોલ્યુશન અને અપવાદરૂપ ટીમ્સ તથા કંપનીઓને હસ્તગત કરવા પ્રયત્નશીલ છે. યુડીઝ હવે એનિમેશન, વીએફએક્સ અને 3ડી મોડલીંગ ક્ષેત્રે જાણીતી કંપની તરફ ધ્યાન આપી રહી છે, જે બ્લોકચેઈન અને એઆઈ પ્રોડક્ટસ વિકસાવવામાં સારો અનુભવ ધરાવે છે. આ હસ્તાંતરણનો ઉદ્દેશ તેમના માટે કોઈ વચગાળાની કંપનીઓ નાબૂદ કરવાનો છે અને તેના પરિણામે તેમના માર્જીનમાં વધારો થશે અને કંપની તેના ગ્રાહકો સુધી સીધી પહોંચી શકશે. યુડીઝ સોલ્યુશન્સ એપ્પસ વિકસાવવા માટે જાણીતી છે, તે હવે ગેમ ડેવલપર તરીકે લીસ્ટીંગ કરાવશે અને પોતાનું પબ્લિશીંગ પ્લેટફોર્મ ધરાવશે. યુડીઝ અન્ય પબ્લિશર્સ માટે પણ ગેમ્સ ડેવલપ કરશે અને અન્ય ડેવલપર્સને તેમના પબ્લિશીંગ પ્લેટફોર્મ ઉપર ગેમ્સ ડેવલપ કરવાની છૂટ આપશે. આથી યુડીઝ સોલ્યુસન્સ પ્રથમ ગેમીંગ કંપની બનશે જે પોતાની સાથે સાથે અન્યની પણ ગેમ્સ વિકસાવશે. યુડીઝ અમેરિકા તથા કેનેડામાં કેટલાક મોટા ગ્રાહકો ધરાવે છે. આ હસ્તાંતરણથી તેને ઈન્ટરનેશનલ માર્કેટમાં વધુ સહાય થશે અને ઓવરઓલ સોલ્યુશન અને ગેમ સ્ટુડિયો તરીકે પોતાનું સ્થાન મજબૂત કરશે.
આ IPOથી યુડીઝ પબ્લિકલી લીસ્ટેડ બ્લોકચેઈન, એઆઈ અને ગેમીંગ ક્ષેત્રની પ્રથમ કંપની બનશે તથા નઝારા ટેકનોલોજી લિમિટેડ પછી દેશની હવે પછી મોખરાની કંપની બની રહેશે.