IPO Listing: Apeejay Surrendra Parkનો આઈપીઓ 24 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ
અમદાવાદ, 12 ફેબ્રુઆરીઃ Apeejay Surrendra Park IPOએ આજે માર્કેટના ખરાબ માહોલ વચ્ચે 20.65 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ કરાવ્યું છે. બીએસઈ ખાતે રૂ. 155ની ઈશ્યૂ પ્રાઈસ સામે રૂ. 187 અને એનએસઈ ખાતે રૂ. 186ના સ્તરે લિસ્ટિંગ કરાવ્યું હતું. બાદમાં 24.61 ટકા વધી રૂ. 193.20ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો હતો.
બીએસઈ ખાતે 12.01 વાગ્યે એપિજય સુરેન્દ્ર પાર્કનો શેર 185.50ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જે ઈશ્યૂ પ્રાઈસ સામે 19.68 ટકા પ્રીમિયમ દર્શાવે છે. કંપનીની કુલ માર્કેટ કેપ 3958.09 કરોડ થઈ છે. બોટમમાં 170.15 થયો હતો.
Apeejay Surrendra Park આઈપીઓ માટે ગ્રે માર્કેટમાં રૂ. 35-40 પ્રીમિયમ હતાં. જેના આધારે લિસ્ટિંગ 35 ટકા પ્રીમિયમે થવાનો અંદાજ હતો. એપિજય સુરેન્દ્ર પાર્કનો આઈપીઓ કુલ 62.91 ગણો ભરાયો હતો. જેમાં ક્યુઆઈબી પોર્શન 79.23 ગણો, એનઆઈઆઈ 55.26 ગણો અને રિટેલ 32 ગણો સબ્સ્ક્રાઈબ થયો હતો.
એપિજય સુરેન્દ્ર પાર્કે રૂ. 155ના ઈશ્યૂ પ્રાઈસ પર કુલ રૂ. 920 કરોડનું ફંડ એકત્ર કર્યું હતું. 1987માં સ્થાપિત એપિજય સુરેન્દ્ર પાર્ક હોટલ્સ હોસ્પિટાલિટી બિઝનેસ કરે છે. જે રિટેલ ફૂડ અને બેવરેજીસ ઈન્ડસ્ટ્રીમાં પણ કાર્યરત છે. 31 માર્ચ, 2023 સુધી કંપની કુલ 80 રેસ્ટોરન્ટ, નાઈટ ક્લબ, બાર ચલાવી રહી છે. કંપનીની રૂમ કેપિસિટી 2111 છે. જેની આવક અને નફો ગત નાણાકીય વર્ષમાં આવક 95.81 ટકા અને નફો 270.42 ટકા વધી છે. કંપનીએ 2020-21થી 2021-22 સુધી ખોટ કરી હતી. જે 2022-23માં રૂ. 48.06 કરોડના નફામાં પરિણમી હતી.
કંપનીએ રૂ. 600 કરોડનો ફ્રેશ ઈશ્યૂ અને રૂ. 320 કરોડના શેરની ઓફર-ફોર-સેલ (OFS) હેઠળ આઈપીઓ યોજ્યો હતો. કંપની સામાન્ય કોર્પોરેટ હેતુઓ ઉપરાંત દેવાની ચુકવણી માટે રૂ. 550 કરોડની ફ્રેશ ઈશ્યુની મોટાભાગની આવકનો ઉપયોગ કરવા માંગે છે. 2 જાન્યુઆરી સુધીમાં, તેના પર કોન્સોલિડેટેડ ધોરણે રૂ. 582.28 કરોડનું દેવું બાકી છે.