અમદાવાદ, 13 સપ્ટેમ્બર-23: નિફ્ટીએ 20 હજારની સપાટી પર આજે બંધ આપી રોકાણકારોને તેજીની આગેકૂચના સંકેત આપી રહ્યો છે. સેન્સેક્સ પણ ટૂંકસમયમાં 70 હજાર થાય તેવો આશાવાદ છે. બીજી બાજુ પ્રાઈમરી માર્કેટમાં પણ યોજાયેલા આઈપીઓ બમ્પર રિટર્ન આપી રોકાણકારોને ખુશ કરી રહ્યા છે. ગત મહિને ઓગસ્ટમાં લિસ્ટેડ 9 આઈપીઓમાં શેરદીઠ 28.55 ટકાનું રિટર્ન મળ્યું છે. લિસ્ટેડ નવ આઈપીઓના શેર કુલ ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 1569 સામે આજના બંધ 2016.98 સામે રૂ. 447.98 વધ્યા છે.

ગતમહિને 16 ઓગસ્ટે લિસ્ટેડ એસબીએફસી ફાઈનાન્સ ટોપ પર્ફોર્મર રહ્યો છે. જેમાં રોકાણકારોને રૂ. 57ની ઈશ્યૂ પ્રાઈઝ સામે 47.77 ટકા રિટર્ન મળી રહ્યું છે. જો કે, 61.77 ટકા લિસ્ટિંગ પ્રિમિયમ સાથે રિટર્ન ઘટ્યું છે. પિરામિડ ટેક્નોપ્લાસ્ટ સિવાય તમામ આઠ આઈપીઓમાં ડબલ ડિજિટ ઉછાળો જોવા મળ્યો છે.

રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સ રિટર્ન આપવામાં નિષ્ફળ રહ્યો

રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સે 11 સપ્ટેમ્બરે 0.4 ટકા પ્રિમિયમે ફ્લેટ લિસ્ટિંગ કરાવ્યા બાદ શેર સતત ત્રીજા દિવસે ઘટ્યો છે. આજે 440.65ના બંધ સામે 0.08 ટકા ઘટાડે ટ્રેડ થઈ રહ્યો છે. જેની ઈશ્યૂ પ્રાઈઝ રૂ. 441 છે. રિષભ ઈન્સ્ટ્રુમેન્ટ્સનો આઈપીઓ કુલ 31.65 ગણો ભરાયો હતો.

ઓગસ્ટથી અત્યારસુધી લિસ્ટેડ આઈપીઓની સ્થિતિ

આઈપીઓઈશ્યૂ પ્રાઈઝબંધરિટર્ન
Vishnu prakash R99166.1767.85%
SBFC Finance5784.2347.77%
Aeroflex Industries108155.744.17%
Concord Biotech7411020.437.71%
Ratnaveer Precision98121.3423.82%
Yatharth Hospital300359.3519.78%
TVS Supply Chain197221.0512.21%
Pyramid Technoplast166176.256.17%
Rishabh Instruments441440.65-0.08%