અમદાવાદ, 22 નવેમ્બરઃ પ્રાઇમરી માર્કેટમાં આજે એક સાથે ચાર આઇપીઓ એન્ટર થયા હતા. દરેકને એન્કર ઇન્વેસ્ટમેન્ટના પ્રોત્સાહક આંકડાઓ નોંધાવ્યા હતા. જોકે, પહેલા દિવસે એકમાત્ર ફેડ બેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસના આઇપીઓમાં સૌથી નીચું આકર્ષણ રહેવા સાથે આઇપીઓ 0.38 ગણો ભરાયો હતો. પહેલાં દિવસેના અંતે સાંજે 5 વાગ્યાની સ્થિતિ અનુસાર બીએસઇ વેબસાઇટની માહિતી મુજબ…

ટાટા ટેકનોલોજીસ રિટેલ 5.44 ગણો ભરાયો

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી4.08
એનઆઇઆઇ11.69
રિટેલ5.44
એમ્પ્લોઇ1.11
શેરધારક રિઝર્વ9.32
કુલ6.55

ટાટા ટેકનોલોજીસનો આઇપીઓ પહેલાં દિવસે કુલ 5.44 ગણો ભરાયો હતો. તે પૈકી ક્યુઆઇબી પોર્શન 4.08 ગણો, એનઆઇઆઇ 11.69 ગણો, રિટેલ 5.44 ગણો, એમ્પ્લોઇ 1.11 ગણો અને શેરધારકો માટેનો રિઝર્વ પોર્શન 9.32 ગણો ભરાયો હતો.

ગાંધાર ઓઇલ 5.54 ગણો ભરાયો 16 એન્કર રોકાણકારોનું રૂ.150 કરોડ રોકાણ

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી1.35
એનઆઇઆઇ7.70
રિટેઇલ6.92
કુલ5.54

ગાંધાર ઓઇલ રિફાઇનરીનો આઇપીઓ કુલ 5.54 ગણો ભરાયો હતો. જેમાં રિટેલ પોર્શન 6.92 ગણો ભરાયો હતો. ગંધાર ઓઇલ રિફાઇનરી (ઇન્ડિયા) લિ. દ્વારા 16 એન્કર રોકાણકારોને ફાળવવામાં આવેલા 88,88,018 ઇક્વિટી શેરના માધ્યમથી ઇક્વિટી શેરદીઠ રૂ.169ના અપર પ્રાઇઝ બેન્ડના ધોરણે (ઇક્વિટી શેરદીઠ રૂ.167ના પ્રીમિયમ સહિત), દરેક શેરની રૂ.2ની ફેસવેલ્યુ સાથે કંપનીના પ્રસ્તાવિત આઈપીઓ પહેલાં રૂ.150 કરોડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે. એન્કર રોકાણકારોને ફાળવાયેલા 88,88,018 ઇક્વિટી શેરો પૈકી 42,28,576 ઇક્વિટી શેરો (એટલે કે એન્કર ઇન્વેસ્ટરોને કુલ ફાળવણી પૈકીના 47.58 ટકા)ની ફાળવણી કુલ 7 (સાત) સ્કીમ દ્વારા એપ્લાય કરનાર 3 (ત્રણ) ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડોને કરવામાં આવી હતી.

ફ્લેર રાઇટિંગ 2.18 ગણો ભરાયો

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી0.53
એનઆઇઆઇ2.78
રિટેલ2.87
કુલ2.18

ફ્લેર રાઇટિંગનો આઇપીઓ પહેલાં દિવસના અંતે કુલ 2.18 ગણો ભરાયો હતો. તે પૈકી ક્યૂઆઇબી 0.53 ગણો, એનઆઇઆઇ 2.78 ગણો, રિટેલ 2.87 ગણો ભરાવા સાથે કુલ 2.18 ગણો ભરાયો હતો.

ફેડબેન્ક ફાઇ.0.38 ગણો ભરાયો, 22 એન્કર ઈન્વેસ્ટર્સનું રૂ. 324.67 કરોડનું રોકાણ

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી0.00
એનઆઇઆઇ0.21
રિટેલ0.67
એમ્પ્લોઇ0.37
કુલ0.38

ફેડબેન્ક ફાઇનાન્સિયલ સર્વિસિસનો આઇપીઓ પહેલાં દિવસના અંતે 0.38 ગણો ભરાયો હતો. તે પૈકી એનઆઇઆઇ 0.21 ગણો, રિટેલ 0.67 ગણો, એમ્પ્લોઇ 0.37 ગણો અને ક્યૂઆઇબી પોર્શન 0.0 ગણો ભરાયો હતો. ફેડબેન્ક ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિ.એ 22 એન્કર રોકાણકારોને 23,191,374 ઇક્વિટી શેર ફાળવી પ્રસ્તાવિત આઈપીઓના એક દિવસ પહેલાં જ ₹324.67 કરોડ એકત્ર કર્યા છે. જે રૂ. 10ની ફેસવેલ્યૂ ધરાવતા ઈક્વિટી શેરની ઈશ્યૂ પ્રાઈસ રૂ. 140 (રૂ.130માં પ્રીમિયમ સહિત) હતી. જે આઈપીઓની અપર પ્રાઈસ બેન્ડ છે. કુલ શેર ફાળવણીમાંથી 2,31,91,374 ઈક્વિટી શેર્સ એન્કર રોકાણકારોને, જ્યારે પાંચ સ્કીમ્સ મારફત ચાર સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સને (એન્કર ઈન્વેસ્ટર્સની કુલ શેર ફાળવણીમાંથી 28.64 ટકા) 6642881 ઈક્વિટી શેર ફાળવવામાં આવ્યા છે. ઈશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝ લિ., બીએનબી પારિબાસ, જેએમ ફાઈનાન્સિયલ લિ., ઈક્વિરસ કેપિટલ પ્રાઈવેટ લિ.

IREDA બીજા દિવસે 4.56 ગણો ભરાયો

વિગતગણો ભરાયો
ક્યૂઆઇબી2.69
એનઆઇઆઇ7.74
રિટેલ4.26
એનઆઇઆઇ4.99

ઇન્ડિયન રિન્યૂએબલ એનર્જી (ઇરેડા) પહેલા દિવસના અંતે કુલ 4.56 ગણો ભરાયો હતો. તે પૈકી ક્યૂઆઇબી પોર્શન 2.69 ગણો, રિટેલ 4.26 ગણો અને એમ્પ્લોઇ પોર્શન 4.99 ગણો ભરાયો હતો. એનઆઇઆઇ 7.74 ગણો ભરાયો હતો.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)