બ્રોકર્સના નજરે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ

બ્રોકરેજ હાઉસરેટિંગ
Arihant Capital MarketsApply
Ashika ResearchNot Rated
Asit C. Mehta InvestmentApply
Axis CapitalNot Rated
Capital MarketApply
Emkay GlobalNot Rated
Geojit SecuritiesApply
GEPL CapitalApply
IDBI CapitalApply
Indsec SecuritiesApply
Nirmal BangApply
Reliance SecuritiesApply
SBICAP SecuritiesApply
Swastika InvestmartApply

અમદાવાદ, 22 નવેમ્બરઃ ટાટા ગ્રૂપનો 20 વર્ષ બાદ લોન્ચ થયેલા ટાટા ટેક્નોલોજીસના રૂ. 3,042.51 કરોડના આઈપીઓએ માર્કેટમાં ધૂમ મચાવી છે. આજે ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ ખુલ્યાના થોડા કલાકોમાં જ સંપૂર્ણ સબસ્ક્રાઈબ થઈ ગયો હતો. 4.50 કરોડ ઇક્વિટી શેર સામે 21.43 કરોડ ઈક્વિટી શેર્સના બીડ ભરાયા છે.

બપોરે 3 વાગ્યા સુધીમાં ટાટા ટેક્નોલોજીસનો આઈપીઓ કુલ 4.76 ગણો ભરાયો હતો. જેમાં એનઆઈઆઈએ 8.47 ગણી અને રિટેલ રોકાણકારોએ 4.18 ગણી અરજી કરી હતી. ક્યુઆઈબી પોર્શન 3.96 ગણો ભરાયો હતો. કર્મચારીઓએ 82 ટકા અને ટાટા મોટર્સના શેરહોલ્ડર્સે 4.41 ગણી અરજી કરી હતી.

પૂણે સ્થિત ગ્લોબલ એન્જિનિયરિંગ સર્વિસ કંપનીએ તેના કર્મચારીઓ માટે 20.28 લાખ શેર અને પ્રમોટર ટાટા મોટર્સના શેરધારકો માટે 60.85 લાખ શેર અનામત રાખ્યા છે. કર્મચારીઓ અને શેરધારકો માટે આરક્ષિત હિસ્સાને બાદ કરતાં, IPOના ચોખ્ખા ઇશ્યુનો અડધો ભાગ ક્યુઆઈબી માટે, 15 ટકા HNIs માટે અને બાકીનો 35 ટકા રિટેલ રોકાણકારો માટે અલગ રાખવામાં આવ્યો છે.

આ ઇશ્યૂ પ્રમોટર ટાટા મોટર્સ અને રોકાણકારો આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને ટાટા કેપિટલ ગ્રોથ ફંડ દ્વારા સંપૂર્ણપણે ઓફર ફોર સેલ(OFS) છે.

રોકાણકારો માટે IPO લોન્ચ કરતા પહેલા, Tata Technologies મંગળવારે એન્કર રોકાણકારો દ્વારા કુલ રૂ. 791 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીએ કુલ 1.58 કરોડ ઇક્વિટી શેર રૂ. 500ના અપર પ્રાઇસ બેન્ડ પર 67 ફંડોને ફાળવ્યા છે. એન્કર રોકાણકારોમાં Goldman Sachs (Singapore) Pte, Copthal Mouritius Investment Limited, સરકારી પેન્શન ફંડ ગ્લોબલનો સમાવેશ થાય છે.

આઈપીઓ વિશેઃ

ઈશ્યૂ સાઈઝ3042.51 કરોડ
ઈશ્યૂ પ્રાઈસ475-500
તારીખ22-24 નવેમ્બર
માર્કેટ લોટ30 શેર્સ
રોકાણરૂ. 15000
ગ્રે પ્રીમિયમરૂ. 355
શેર એલોટમેન્ટ30 નવેમ્બર
લિસ્ટિંગ5 ડિસેમ્બર