મેઇનબોર્ડ IPO કેલેન્ડર એક નજરે

Comp.OpenClosePrice
(Rs)
Size
(Cr.)
LotExch.
Capital
Small
Fina.
Bank
Feb7Feb9445/
468
52332BSE
NSE
Jana
Small
Fina
Bank
Feb7Feb9393/
414
57036BSE
NSE
Rashi
Peri
pheral
Feb7Feb9295/
311
60048BSE
NSE
Apeejay
S. Park
Hotels
Feb5Feb7147/
155
92096BSE
NSE

અમદાવાદ, 4 ફેબ્રુઆરીઃ ભારતીય શેરબજારોમાં સતત સુધારાની ચાલ, સેન્સેક્સ- નિફ્ટી સહિતના મોટાભાગના ઇન્ડાઇસિસમાં નવી ઊંચી સપાટીઓ તેમજ રિટેલ રોકાણકારોનો સતત વધી રહેલો ઉત્સાહ જોતાં આગામી સપ્તાહે મેઇનબોર્ડમાં ચાલ IPO નવા ખૂલી રહ્યા છે. જે રૂ. 2,700 કરોડ આસપાસનુ ફંડ એકત્ર કરવાની દરખાસ્ત ધરાવે છે.

પ્રાઈમરી માર્કેટમાં ચાલુ કેલેન્ડર વર્ષમાં અત્યારસુધીમાં રૂ. 6,500 કરોડથી વધુ મૂલ્યના IPO એન્ટ્રી લઇ ચૂક્યા છે.  તે પૈકી SME સેગમેન્ટના રૂ. 632 કરોડનો સમાવેશ થાય છે.

મેઇનબોર્ડ IPO એટ એ ગ્લાન્સ

Apeejay Surrendra Park Hotels: કોલકાતા સ્થિત પાર્ક હોટેલ્સ 5 ફેબ્રુઆરીએ તેનો પ્રથમ જાહેર ઈશ્યુ ખોલશે, જેની પ્રાઇસ બેન્ડ રૂ. 147-155 પ્રતિ શેર હશે. રૂ. 920 કરોડનો IPO જે 7 ફેબ્રુઆરીએ બંધ થાય છે તેમાં કંપની દ્વારા રૂ. 600 કરોડના મૂલ્યના શેરની નવી ઇશ્યુ અને ત્રણ વેચનાર શેરધારકો દ્વારા રૂ. 320 કરોડના મૂલ્યના શેરની ઓફર-ફોર-સેલ (OFS)નો સમાવેશ થાય છે. પ્રમોટર Apeejay, અને રોકાણકાર RECP IV પાર્ક હોટેલ OFSમાં શેર્સ ઑફલોડ કરશે.

રાશી પેરિફેરલ્સ: મુંબઈ સ્થિત ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજી (ICT) પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટર 7-9 ફેબ્રુઆરી દરમિયાન તેના પબ્લિક ઈશ્યુ દ્વારા રૂ. 600 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. ઓફર માટે પ્રાઇસ બેન્ડ 295-311 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. પંસારી અને ચૌધરી-પરિવારની પ્રમોટ થયેલી કંપની દેવાની ચુકવણી માટે નેટ ફ્રેશ ઈશ્યુની આવકમાંથી રૂ. 326 કરોડ અને કાર્યકારી મૂડીની જરૂરિયાતો માટે રૂ. 220 કરોડનો ઉપયોગ કરશે.

જના સ્મોલ ફાઇનાન્સ બેંક: બેંગલુરુ સ્થિત સ્મોલ ફાઇનાન્સ બેંક પણ તેનો રૂ. 570 કરોડનો પબ્લિક ઇશ્યુ 7 ફેબ્રુઆરીએ ખોલશે અને તેની અંતિમ તારીખ 9 ફેબ્રુઆરી હશે. પ્રાઈસ બેન્ડ રૂ. 393-414 પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. IPOમાં ક્લાયન્ટ રોઝહિલ, CVCIGP II એમ્પ્લોયી રોઝહિલ, ગ્લોબલ ઇમ્પેક્ટ ફંડ્સ અને હીરો એન્ટરપ્રાઇઝ પાર્ટનર વેન્ચર્સ સહિતના છ રોકાણકારો દ્વારા રૂ. 462 કરોડના શેરના નવા ઇશ્યુ અને રૂ. 108 કરોડના મૂલ્યના 26,08,629 ઇક્વિટી શેરના OFSનો સમાવેશ થાય છે. બેંક તેની ભાવિ મૂડીની જરૂરિયાતોને પહોંચી વળવા મુખ્યત્વે તેના ટિયર – 1 કેપિટલ બેઝને વધારવા માટે ચોખ્ખી તાજી ઈશ્યુની આવકનો ઉપયોગ કરશે.

કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક: પંજાબ સ્થિત સ્મોલ ફાઇનાન્સ બેંક ફેબ્રુઆરી 7-9 દરમિયાન ઇશ્યૂ યોજી રહી છે.તેની પ્રાઇસ બેન્ડ 445-468 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી છે. બેંક તેના IPO દ્વારા રૂ. 523.07 કરોડ એકત્ર કરવા માંગે.

SME IPO કેલેન્ડર એટ એ ગ્લાન્સઃ આગામી સપ્તાહે એક જ આઇપીઓ

Comp.OpenClosePrice
(Rs)
Size
(Cr.)
Lot Exch.
Wise
Travel
Feb12Feb14140/
147
94.681000NSE
Alpex
Solar
Feb8Feb12109/
115
74.521200NSE
Italian
Edible
Feb2Feb76826.662000NSE

અલ્પેક્સ સોલરઃ અલ્પેક્સ સોલાર SME સેગમેન્ટનો એકમાત્ર IPO હશે, જે 8 ફેબ્રુઆરીએ ખુલશે અને 12 ફેબ્રુઆરીએ બંધ થશે. સોલાર પેનલ ઉત્પાદક કંપની તેના 64.8 લાખ ઇક્વિટી શેરના પ્રથમ જાહેર ઇશ્યૂ દ્વારા રૂ. 74.52 કરોડ એકત્ર કરવાની યોજના બનાવી રહી છે. પ્રાઇસબેન્ડ રૂ. 109-115 છે.

ઈટાલિયન એડિબલ્સઃ ઈન્દોર સ્થિત કન્ફેક્શનરી પ્રોડક્ટ્સ નિર્માતા ઈટાલિયન એડિબલ્સ તેનો રૂ. 27 કરોડનો આઈપીઓ 7 ફેબ્રુઆરીએ બંધ કરશે.

મેઇબોર્ડ લિસ્ટિંગ એટ એ ગ્લાન્સઃ પ્રદાતા BLS E-Services

પ્રદાતા BLS E-Services એ મેઇનબોર્ડ સેગમેન્ટની એકમાત્ર કંપની હશે જે 6 ફેબ્રુઆરીના રોજ શેરબજારોમાં લિસ્ટિંક કરાવવા જઇ રહી છે. રૂ. 311-કરોડની ઓફરની ઇશ્યુ પ્રાઇસ, જે 162.47 વખત સબસ્ક્રાઇબ  થઇ હતી. તેની શેરદીઠ ઇશ્યૂ પ્રાઇસ રૂ. 135 નક્કી કરવામાં આવી છે.

SME લિસ્ટિંગ એટ એ ગ્લાન્સ

SME સેગમેન્ટમાં કુલ પાંચ લિસ્ટિંગ હશે. મયંક કેટલ ફૂડ, અને હર્ષદીપ હોર્ટિકો 5 ફેબ્રુઆરીએ BSE પર ડેબ્યૂ કરશે, જ્યારે Megatherm Induction તે જ દિવસે NSE ઇમર્જ પર લિસ્ટિંગ કરાવવા જઇ રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)