નવી દિલ્હી: ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કૉર્પોરેશન લિ. (IRCTC) અને HDFC બેંકે કૉ-બ્રાન્ડેડ ટ્રાવેલ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવા માટે સહયોગ સાધ્યો છે. IRCTCHDFC બેંક ક્રેડિટ કાર્ડ તરીકે જાણાતા આ નવા લૉન્ચ થયેલા કૉ-બ્રાન્ડેડ કાર્ડનું ફક્ત એક જ વેરિયેન્ટ છે અને તે ફક્તને ફક્ત NPCIના રુપે નેટવર્ક પર જ ઉપલબ્ધ છે. તે IRCTCની ટિકિટ બૂક કરવા માટેની વેબસાઇટ અને IRCTC રેલ કનેક્ટ એપ દ્વારા બૂક કરવામાં આવેલી ટ્રેન ટિકિટ પર વિશેષ લાભ પૂરાં પાડશે અને બચત કરી આપશે. વધુમાં IRCTC HDFC બેંક ક્રેડિટ કાર્ડધારકોને જોડાવા માટેનું આકર્ષક બૉનસ, બૂકિંગ્સ પર ડિસ્કાઉન્ટ્સ અને સમગ્ર દેશના રેલવે સ્ટેશનો ખાતે કેટલીક એક્સક્લુસિવ લૉન્જનું ઍક્સેસ પ્રાપ્ત થશે.

IRCTCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર રજની હાસિજા, HDFC બેંકના પેમેન્ટ્સ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેંકિંગ અને આઇટીના ગ્રૂપ હેડ પરાગ રાવ અને એનપીસીઆઈના સીઓઓ સુશ્રી પ્રવીણા રાયે નવી દિલ્હીમાં યોજાયેલા લૉન્ચના સમારંભ દરમિયાન આ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કર્યું હતું.