IREDA IPOના શેર આજે એલોટ થશે, જાણો કેવી રીતે ચેક કરશો એલોટમેન્ટ સ્ટેટ્સ અને લિસ્ટિંગ તારીખ
અમદાવાદ, 25 નવેમ્બરઃ સરકારી ગ્રીન ફાઈનાન્સિંગ એનબીએફસી ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)ના આઇપીઓ માટે આજે શેર એલોટમેન્ટ થશે. કંપની રૂ. 32ની ઈશ્યૂ પ્રાઈસ પર રૂ. 2150.21 કરોડનું ફંડ એકત્ર કરવામાં સફળ રહી હતી. 23 નવેમ્બરે બંધ થયેલા આઈપીઓ ઈશ્યૂનું લિસ્ટિંગ ઝડપથી કરાવવાના હેતુ સાથે 24 નવેમ્બરે તેના શેર એલોટમેન્ટને અંતિમ રૂપ આપવામાં આવ્યું હતુ.
ગ્રે માર્કેટમાં ઈરેડાના આઈપીઓ માટે રૂ. 10 પ્રીમિયમ બોલાઈ રહ્યા છે. જે 31 ટકા પ્રીમિયમે લિસ્ટિંગ થવાની શક્યતા દર્શાવે છે. 21-23 નવેમ્બર દરમિયાન યોજાયેલ ઓફર 38.8 ગણો સબસ્ક્રાઈબ્ડ થયો હતો. જેમાં તમામ કેટેગરીના રોકાણકારોએ 47.09 કરોડ શેરના IPO સાઈઝ સામે કુલ 1,827.25 કરોડ ઇક્વિટી શેર ખરીદ્યા હતા. શેર એકાઉન્ટમાં 28 નવેમ્બરે ક્રેડિટ થઈ શકે છે, લિસ્ટિંગની તારીખ અગાઉ 4 ડિસેમ્બર હતી. જે બદલાઈ વહેલા લિસ્ટિંગ થવાની શક્યતા છે.
QIB ક્વોટા માટે 104.57 ગણી, ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓએ 24.16 ગણી અને રિટેલ રોકાણકારોએ 7.73 ગણી બિડ ભરી હતી. તેમના સિવાય કર્મચારીઓએ ક્વોટા 9.8 ગણો ભરાયો હતો.
રોકાણકારો ત્રણ સરળ પગલાંને અનુસરીને BSE વેબસાઇટ અથવા IPO રજિસ્ટ્રાર (લિંક ઇન ટાઇમ ઇન્ડિયા)ના પોર્ટલ પરથી શેર એલોટમેન્ટ ચકાસી શકે છે.
BSE વેબસાઇટ પર,
- ડ્રોપડાઉનમાં ઇશ્યૂ પ્રકાર ‘ઇક્વિટી’ અને ઇશ્યૂનું નામ ‘ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડ’ પસંદ કરો,
- એપ્લિકેશન નંબર અથવા ‘PAN નંબર’ દાખલ કરો,
- બોક્સને ચેક કરો (હું રોબોટ નથી), અને છેલ્લે ‘સર્ચ’ બટન પર ક્લિક કરો
IPO રજિસ્ટ્રાર પોર્ટલ પર,
a) ‘ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિ.’ – ‘IPO’ પસંદ કરો
b) તે મુજબ ‘PAN નંબર’, અથવા ‘એપ્લિકેશન નંબર’, અથવા ‘DP ક્લાયન્ટ ID’ દાખલ કરો.
c) અને છેલ્લે સર્ચબટન પર ક્લિક કરો