મજબૂત Q2 પરીણામના પગલે IREDA શેરમાં ઇન્ટ્રા-ડે ઉછાળો
અમદાવાદ, 11 નવેમ્બરઃ ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA)એ જૂન-24ના અંતે પુરા થયેલા ત્રિમાસિક માટે જાહેર કરેલા પ્રોત્સાહક પરીણામના પગલે કંપનો શેર ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન રૂ. 240ની નજીક પહોચી ગયો હતો. કંપનીનો ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 36 ટકા વધીને રૂ. 387.75 કરોડ થયો છે. નિફ્ટીના 14 ટકાના વળતરને પાછળ રાખીને આ વર્ષે અત્યાર સુધીમાં સ્ટોક લગભગ 125 ટકા વધ્યો છે.
IREDA ની એસેટ ક્વોલિટી જૂન ક્વાર્ટરની સરખામણીમાં સ્થિર રહી હતી. ગ્રોસ એનપીએ 2.19 ટકા પર યથાવત રહી, જ્યારે તેની નેટ એનપીએ 1.04 ટકા રહી. રિન્યુએબલ એનર્જી ફાઇનાન્સરનો ડેટ-ઇક્વિટી રેશિયો અગાઉના ત્રિમાસિક ગાળામાં 5.83x થી 5.85x હતો. કંપનીની કામગીરીમાંથી કુલ આવક 38 ટકા વધીને રૂ. 1,630.38 કરોડ થઈ છે. કંપનીનો NII વાર્ષિક ધોરણે 52 ટકા વધીને રૂ. 546.8 કરોડ થયો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)