SBI અને ભારતી એરટેલને પાછળ પાડી ITC રૂ. 496,499.31 કરોડના માર્કેટ કેપ સાથે ફરી ટોપ-8 બની

અમદાવાદ, 20 એપ્રિલઃ સિગારેટ-ટુ-હોટેલ્સ ગ્રૂપ ITCનો શેર આ વર્ષે અત્યાર સુધીમાં 21%થી વધુના ઉછાળા સાથે સર્વોચ્ચ ટોચે પહોંચ્યા બાદ રૂ. 4.96 લાખ કરોડની માર્કેટકેપ સાથે કંપની ફરી એકવાર દેશની ટોચની 8મી લિસ્ટેડ કંપની બની છે.

BSE પર આઈટીસીનો શેર ઈન્ટ્રા ડે રૂ. 402.60ની રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જ્યારે તેનું માર્કેટ કેપ 5.00 લાખ કરોડ નોંધાયુ હતું. અગાઉ 2015માં આઈટીસી 409ની સપાટીએ હતો. અત્રે એ ઉલ્લેખનીય છે કે, બોનસની ગણતરી કરવામાં આવી નથી.

રોકાણકારો ITCને તેના સ્થિર રોકડ પ્રવાહ અને ડિવિડન્ડને કારણે રક્ષણાત્મક વિકલ્પ તરીકે જુએ છે. તદુપરાંત, સિગારેટના જથ્થામાં ડબલ ડિજિટ ગ્રોથ અને તેના હોટલ બિઝનેસમાં મજબૂત રિકવરી દ્વારા સમર્થિત કંપનીના મજબૂત ઓપરેશનલ પરફોર્મન્સે મૂળભૂત દૃષ્ટિકોણમાં સુધારો કર્યો છે.

બીએસઇ સેન્સેક્સ 65 પોઇન્ટ સુધરી 59632.35 પોઇન્ટ બંધ રહ્યો

બે તરફી વોલેટિલિટી વચ્ચે બીએસઇ સેન્સેક્સ આજે 64.55 પોઇન્ટના સુધારા સાથે 59632.35 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી-50 5.70 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 17624.45 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

માર્કેટકેપની દ્રષ્ટિએ ટોપ-10 કંપનીઓ એટ એ ગ્લાન્સ

કંપનીછેલ્લો ભાવમાર્કેટ કેપ (રૂ. કરોડમાં)
Reliance2,345.701,582,597.32
TCS3,104.451,133,502.00
HDFC Bank1,672.00933,267.78
ICICI Bank895.20623,762.57
HUL2,494.85584,343.35
Infosys1,223.85508,406.03
HDFC2,740.05502,705.20
ITC400.30496,499.31
SBI544.70482,955.37
Bharti Airtel772.50437,772.98

(સ્રોતઃબીએસઈ)

કંપનીના આકર્ષક પર્ફોર્મન્સ અને મજબૂત ફંડામેન્ટલ્સને જોતાં માર્કેટ નિષ્ણાતો આઈટીસીના શેરમાં ખરીદીનો કોલ આપી રહ્યા છે.

મોતીલાલ ઓસ્વાલ સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, છેલ્લાં બે વર્ષમાં અને નાણાકીય વર્ષ 24માં ITCની કમાણીની કામગીરી મજબૂત રહી છે. FY23માં આઈટીસીની શેરદીઠ કમાણી 23 ટકા વધી છે. અમે આગામી બે વર્ષમાં પણ 15 ટકાના સંભવિત EPS CAGRની અપેક્ષા રાખીએ છીએ. FY23 અને FY24નો રેવન્યુ ગ્રોથનો અંદાજ તેમજ બે વર્ષના CAGR પર અન્ય લાર્જ-કેપ સ્ટેપલ્સ પ્લેયર્સ કરતાં ITCનો કમાણીની દૃષ્ટિકોણે વધુ સારી છે.