મુંબઇ, તા. ૨૦ એપ્રિલ ૨૦૨૩: નીચા મથાળે લેવાલી નીકળતા હાજર બજારોની સાથે વાયદા પણ ઉંચકાયા હતા. NCDEX ખાતે આજે શરૂ થયેલા ઇસબગુલ સીડનાં વાયદામાં કારોબારીઓના ઉત્સાહ વચ્ચે ૧૭૧ ટનના વેપાર થયા હતા. NCDEX ખાતે આજે ગુવાર કોમ્પ્લેક્ષનાં ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. બિન કૄષિ કોમોડિટીમાં સ્ટીલનાં ભાવ આજે વધ્યા મથાળે બંધ રહ્યા હતા. NCDEX ખાતે આજે ઇસબગુલનાં મે-૨૩ તથા જુન-૨૩ નાં વાયદામાં ચાર ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. આ ઉપરાંત કપાસનાં એપ્રિલ-૨૪ નાં વાયદામાં ચાર ટકાની નીચલી સર્કિટ લાગી હતી. જ્યારે મસાલા તથા ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જીરાનાં વાયદા કારોબાર ૧૭૪ કરોડ રૂ.નાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૧૪૬ કરોડ રૂ.નાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે આજે એરંડા, દિવેલ, કપાસિયા ખોળ, ધાણા, ગુવાર ગમ, ગુવાર સીડ, ઇસબગુલ, જીરૂ, સ્ટીલ તથા હળદરનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા. આજે એરંડાના ભાવ ૬૨૨૦ રૂ. ખુલી ૬૨૪૫  રૂ., દિવેલનાં ભાવ ૧૨૬૮ રૂ. ખુલી ૧૨૬૮ રૂ., કપાસિયા ખોળનાં ભાવ ૨૭૧૪ રૂ. ખુલી ૨૭૧૪ રૂ., ધાણા ૬૩૦૪ રૂ. ખુલી ૬૩૦૪ રૂ. ગુવાર સીડનાં ભાવ ૫૫૭૭ રૂ. ખુલી ૫૫૯૬ રૂ. બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૧૨૨૦  રૂ. ખુલી ૧૧૨૯૪ રૂ., ઇસબગુલનાં ભાવ ૨૪૨૦૦ રૂ. ખુલી ૨૪૮૨૦ રૂ.,  જીરાનાં ભાવ ૪૧૩૦૦ રૂ. ખુલી ૪૧૩૦૦ રૂ., કપાસનાં ભાવ ૧૫૮૮.૦૦ રૂ. ખુલી ૧૫૭૮.૦ રૂ., સ્ટીલના ભાવ ૪૮૨૪૦ ખુલી ૪૮૨૯૦ રૂ. અને હળદરનાં ભાવ  ૬૬૭૦  રૂ. ખુલી ૬૬૯૬ રૂ. બંધ રહ્યા હતા.