અમદાવાદ, 31 જુલાઇઃ જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડએ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (SEBI) સમક્ષ તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) દાખલ કર્યું છે. કંપની રૂ. 5750 મિલિયન સુધીનાં ફ્રેશ ઇશ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સ (પ્રતિ શેર રૂ. 10ની ફેસ વેલ્યુ)ની ઓફર (ધ ફ્રેશ ઇશ્યુ) અને ઇન્વેસ્ટર શેરિંગ શેરહોલ્ડર્સ  દ્વારા 4,051,516 ઇક્વિટી શેર સુધીનાં ઓફર ફોર સેલ (ધ ઓફર ફોર સેલ) દ્વારા ભંડોળ એકત્ર કરવા માંગે છે.

સૂચિત ભંડોળનો ઉપયોગ ઓર્ગેનિક ગ્રોથ અને વિસ્તરણ જેવાં કાર્ય માટે બેન્કના ભાવિ મૂડી જરૂરિયાત પૂરી કરવા બેન્કની ટિયર-1 મૂડી પાયાનાં વિસ્તરણ માટે અને આરબીઆઇ દ્વારા સમય સમયે નિર્ધારિત કરવામાં આવતા વિસ્તૃત મૂડી પાયાની નિયમનકારી જરૂરિયાતનાં પાલન માટે કરવામાં આવશે.

ફિચનાં અહેવાલ પ્રમાણે જના સ્મોલ ફાઇનાન્સ બેન્ક લિમિટેડ 31 માર્ચ, 2023નાં રોજ એયુએમનાં સંદર્ભમાં ચોથા ક્રમની સૌથી મોટી અને ડિપોઝીટ સાઇનનાં સંદર્ભમાં ચોથી સૌથી મોટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક છે. 22 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં બેકનાં 754 બેન્કિંગ આઉટલેટ્સ છે, જેમાં બેન્કિંગ સુવિધા વગરનાં ગ્રામીણ કેન્દ્રોમાં 272 બેન્કિંગ આઉટલેટ્સનો સમાવેશ થાય છે. 31 માર્ચ, 2023ની સ્થિતિએ જના સ્મોલ ફાઇનાન્સ બેન્કે 2008થી આશરે 12 મિલિયન ગ્રાહકોને સેવા પૂરી પાડી છે. બેન્ક પાસે 4.57 મિલિયન સક્રિય ગ્રાહકો છે.

એક્સિસ કેપિટલ લિમિટેડ, આઇસીઆઇસીઆઇ સિક્યોરિટીઝ લિમિટેડ અને એસબીઆઇ કેપિટલ માર્કેટલ લિમિટેડ આ ઇશ્યુના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.