નવી દિલ્હી, 19 સપ્ટેમ્બર: જિંદાલ ઇન્ડિયા લિમિટેડે 0.6 મિલિયન એમટીની વ્યૂહાત્મક ક્ષમતા વિસ્તરણ માટે રૂ. 1,500 કરોડથી વધુ મૂડી ખર્ચની જાહેરાત કરી છે, જે તેની વર્તમાન વાર્ષિક 1 મિલિયન એમટી ક્ષમતાથી 60 ટકા વધુ છે. વર્ષ 1952માં સ્થાપિત જિંદાલ ઇન્ડિયા લિમિટેડ ભારત અગ્રણી સમૂહ પ્રખ્યાત બી.સી. જિંદાલ ગ્રૂપનો હિસ્સો છે.

નવી ઉમેરાયેલી ક્ષમતામાંથી કોટેડ ફ્લેટ પ્રોડક્ટ્સ, પાઇપ અને ક્રેશ બેરિયર્સ ઉપર ધ્યાન આપતાં ઉત્પાદન નાણાકીય વર્ષ 2025થી શરૂ થશે તથા નાણાકીય વર્ષ 2026થી સમગ્ર કામગીરી પૂર્ણ થવાની આશા છે. આ ક્ષમતા વિસ્તરણમાં મુખ્યત્વે ફ્લોટેડ ફ્લેટ પ્રોડક્ટ્સ માટે નવી લાઇનનો ઉમેરો છે. તેનાથી જિંદાલ ઇન્ડિયા તેની વર્તમાન પ્રોડક્ટ્સ માટેની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકશે તથા સોલર અને હોમ એપ્લાયન્સિસ જેવાં નવા સેગમેન્ટ માટે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોને વિસ્તારી શકશે તથા આયાત અવેજીમાં યોગદાન આપવા માટે સક્ષમ થશે તેમજ ઇનોવેશન અને બજાર વૃદ્ધિ માટે કંપનીની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવશે.

આ વ્યૂહાત્મક રોકાણ વિશેષ કરીને બાંધકામ ક્ષેત્ર માટે હોલો સેક્શન પાઇપ સાથે ક્રેશ બેરિયર પ્રોડક્ટ્સ અને પાઇ પ્રોડક્ટ્સની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવા સાથે તેનું આધુનિકીકરણ પણ કરશે. આ વ્યૂહાત્મક પહેલ કોટેલ ફ્લેટ પ્રોડક્ટ્સની વર્તમાન ક્ષમતાથી 60 ટકા વધશે, પાઇપ પ્રોડક્ટ્સની ક્ષમતા 40 ટકા તથા ક્રેશ બેરિયર સેગમેન્ટની ક્ષમતા 75 ટકા વધશે. આ નવી પ્રોડક્શન લાઇન પશ્ચિમ બંગાળના હાવડા ખાતે રાનીહાટીમાં કંપનીની ઉત્પાદન સુવિધા ખાતે સ્થાપિત કરાશે, જ્યાં જોન કોકરિલ એન્ડ ઇસ્મેચ ઇક્વિપમેન્ટ (એસએમએસ ગ્રૂપ) જેવા અગ્રણી મશીનરી પ્રોવાઇડર્સ દ્વારા આપૂર્તિ કરાયેલા ઉપકરણો રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)