અમદાવાદ, 13 સપ્ટેમ્બરઃ સ્માર્ટ ફીચર ફોનમાં મોહક ડિઝાઇન અને ઉત્કૃષ્ટ નવીનતાની રજૂઆત સાથે નવો જિયોફોન પ્રાઇમા ટુ જિયો એપ્સ અને યુટ્યૂબ, ફેસબૂક, ગૂગલ વોઇસ આસિસ્ટન્ટ અને બીજી ઘણી બધી લોકપ્રિય એપ્સને સપોર્ટ કરે છે. જિયોફોન પ્રાઇમા ટુ પરંપરાગત ફીચર ફોનની મર્યાદાઓને તોડે છે કારણ કે વીડિયો કૉલિંગથી સજ્જ છે, તે વપરાશકર્તાઓને કોઈપણ અલગ એપ્લિકેશનની જરૂર વગર સામ-સામે કનેક્ટ કરી આપે છે. જિયોફોન પ્રાઇમા ટુ 4Gની લોકપ્રિય એપ્સ જેમ કે યુટ્યૂબ, ફેસબૂક અને ગૂગલ વૉઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરે છે.

જિયોટીવી, જિયોસાવન, જિયોન્યૂઝ અને જિયો સિનેમા જેવી જિયો એપ્સની ઍક્સેસ પણ આપે છે અને વપરાશકર્તાઓને જિયોપે દ્વારા યુપીઆઇ ચુકવણીની સુવિધા પણ આપે છે. ખાસ જિયોચેટ ઉપલબ્ધ હોવાથી તેમાં ગ્રૂપ ચેટ, વૉઇસ મેસેજિસ, ફોટો અને વીડિયો શેર કરી શકાય છે. જિયોફોન પ્રાઇમા ટુ જિયોસ્ટોર સાથે આવે છે, તેમાં વિવિધ એપ્સ આપવામાં આવી છે, તેને વપરાશકર્તાઓ તેમની જરૂરિયાત મુજબ ડાઉનલોડ કરી શકે છે. 512 એમબી રેમ અને 4 જીબીની ઇન્ટરનલ મેમરી ધરાવે છે, 128 જીબી સુધીના એક્સર્ટનલ એસડી કાર્ડને પણ સપોર્ટ કરે છે. આ ફોનમાં 2.4-ઇંચની એલસીડી સ્ક્રીન અને 2000 mAh બેટરી છે.જિયોફોન પ્રાઇમા ટુની કિંમત રૂ. 2799/- છે, તે ફીચર ફોન કેટેગરીમાં એક ફ્લેગશિપ ફોન તરીકે સ્થાન ધરાવે છે અને ફીચર ફોનની સાદગીને સોફિસ્ટિકેશન સાથે જોડીને આ ઉદ્યોગમાં એક નવું સીમાચિન્હ સ્થાપિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)