કલ્પતરૂ પ્રોજેક્ટ્સે રૂ. 1,008 કરોડના નવા ઓર્ડર મેળવ્યાં
મુંબઇ, 30 જૂન: કલ્પતરૂ પ્રોજેક્ટ્સ ઇન્ટરનેશનલ લિમિટેડ (અગાઉ કલ્પતરૂ પાવર ટ્રાન્સમીશન લિમિટેડ) અને તેની આંતરરાષ્ટ્રીય પેટા કંપનીઓએ રૂ. 1,008 કરોડના નવા ઓર્ડર/નોટિફિકેશન મેળવ્યાં છે. જેમાં ભારત અને વિદેશી બજારોમાં ટીએન્ડડી બિઝનેસમાં રૂ. 635 કરોડના ઓર્ડર્સ અને ભારતમાં બિલ્ડિંગ્સના સિવિલ વર્ક માટે રૂ. 373 કરોડના આર્ડરનો સમાવેશ થાય છે. નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ક્વાર્ટરમાં કોન્સોલિડેટેડ ધોરણે કંપનીના ઓર્ડર ઇનફ્લો રૂ. 5,122 કરોડના છે.
કેપીઆઇએલના એમડી અને સીઇઓ મનિષ મોહનોતે કહ્યું કે, અમે નવા ઓર્ડર્સ અને વિશેષ કરીને અમારા બીએન્ડએફ તથા આંતરરાષ્ટ્રીય ટીએન્ડડી બિઝનેસ માટે નવા ઓર્ડર્સનો સતત પ્રવાહ જોતાં ઉત્સાહિત છીએ. ઘરેલુ સિલિવર બિઝનેસ સતત વૃદ્ધિ કરી રહ્યો છે અને અમે આંતરરાષ્ટ્રીય ટીએન્ડડી સેક્ટરમાં આશાસ્પદ વૃદ્ધિની સંભાવનાઓ જોઇ રહ્યાં છીએ. આ ઓર્ડર્સ મેળવવા ઉપરાંત અમારી રૂ. 5,500 કરોડથી વધુની મજબૂત એલ1 સ્થિતિ મજબૂત વ્યવસાયિક સંભાવનાઓ સુનિશ્ચિત કરે છે, જેનાથી અમને નાણાકીય વર્ષ 2024 માટે રૂ. 26,000 કરોડના ઓર્ડર ટાર્ગેટને હાંસલ કરવાનો આત્મવિશ્વાસ મળે છે.