લાર્સન એન્ડ ટૂબ્રોની કન્સ્ટ્રક્શન કંપનીને એના વ્યવસાય માટે વિવિધ ઓર્ડર્સ મળ્યા છે. જે નીચે મુજબ છે.

પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધાઃ

એલએન્ડટી કન્સ્ટ્રક્શનના પરિવહન ક્ષેત્રમાં માળખાગત સુવિધા આઇસીની રેલવે એસબીયુએ ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડમાંથી એન્જિનીયરિંગ, પ્રોક્યરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન (ઇપીસી) ઓર્ડર મેળવ્યાં છે, જેમાં 25 kV ઓવરહેડ ઇલેક્ટ્રિફિકેશન, સિગ્નલિંગ એન્ડ ટેલીકમ્યુનિકેશન તથા નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવે સાથે સંબંધિત 549 RKM/678 TKM રેલવે લાઇન્સ માટે સંલગ્ન કાર્યો સંકળાયેલા છે.

આ પ્રોજેક્ટ કેન્દ્ર સરકારના ‘મિશન ઇલેક્ટ્રિફિકેશન’ પહેલનો ભાગ છે, જેનો ઉદ્દેશ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા અને ડિઝલ પરનો ખર્ચ ઘટાડવા ભારતીય રેલવેના સંપૂર્ણ નેટવર્કનું ઇલેક્ટ્રિફિકેશન કરવાનો છે.

આ વ્યવસાય હાલ સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન ઓફ રેલવે ઇલેક્ટ્રિફિકેશન (CORE) પાસેથી પ્રાપ્ત ચાર મુખ્ય ઇપીસી કોન્ટ્રાક્ટનો અમલ કરે છે – ઇપીસી-01 (દિલ્હી-જયપુર લાઇન), ઇપીસી-07 (સધર્ન રેલવેના વિવિધ વિભાગો), ઇપીસી-06 (નોર્થ-ઇસ્ટ રેલવેના વિવિધ વિભાગો) અને ઇપીસી-15એ (નોર્થઇસ્ટ ફ્રન્ટિયર રેલવેના વિવિધ વિભાગો).

ઇર્કોન ઇન્ટરનેશનલ લિમિટેડ ભારતીય રેલવેના પસંદગીના નેટવર્ક પર રેલવે ઇલેક્ટ્રિફિકેશનની કામગીરીની જવાબદારી ધરાવતી અમલીકરણ સંસ્થાઓ પૈકીની એક છે.

બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝઃ

બિલ્ડિંગ્સ એન્ડ ફેક્ટરીઝ આઇસીના ફેક્ટરીઝ વ્યવસાયે એક આંતરરાષ્ટ્રીય એફએમસીજી ઉત્પાદક પાસેથી ભારતના ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ સુવિધાની ડિઝાઇન અને નિર્માણ કરવા માટે પ્રતિષ્ઠિત ઓર્ડર મેળવ્યો છે. એની કામગીરીમાં સિવિલ, માળખાગત, આર્કિટેક્ચરલ અને એક્ષ્ટર્નલ ડેવલપમેન્ટ કાર્યો સાથે એમઇપી યુટિલિટી સામેલ છે.

આ વ્યવસાયે કોલકાતમાં એક સુપર સ્પેશિયાલ્ટી હોસ્પિટલનું વિસ્તરણ 250 બેડમાં કરવા ડિઝાઇન અને બિલ્ડ આધારે એક પ્રતિષ્ઠિત ક્લાયન્ટ પાસેથી પણ ઓર્ડર મેળવ્યો છે. પ્રોજેક્ટનો બિલ્ટ-અપ એરિયા 2.61 લાખ ચોરસ ફીટ છે, જેમાં બેઝમેન્ટનું કન્ફિગરેશન + ગ્રાઉન્ડ + LINAC અને PET CT સહિત 10 ફ્લોરનું માળખું સામેલ છે. પ્રોજેક્ટ મોકાના વિસ્તારમાં સ્થિત છે. અમલીકરણમાં લોજિસ્ટિક્સ પડકારજનક છે, જેમાં ઓફસાઇટ અને ઓનસાઇટ નિર્માણ કામગીરીઓ સામેલ હશે.

આ પ્રોજેક્ટની કામગીરીમાં CFT કોલમ, ફિનિશ અને મેડિકલ ગેસ પાઇપિંગ, નર્સ કોલ સિસ્ટમ, ન્યૂમેટિક ટ્યુબ સિસ્ટમ સહિત સંલગ્ન એમઇપી સેવાઓ તેમજ બાહ્ય વિકાસ અને સાઇટના સંકુલની અંદર લેન્ડસ્કેપિંગ સામેલ છે.

પૃષ્ઠભૂમિ: લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં કાર્યરત ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. આ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને શ્રેષ્ઠ ગુણવત્તા હાંસલ કરવા માટે સતત કામગીરીને પગલે એલએન્ડટીએ આઠ દાયકામાં એના મુખ્ય વ્યવસાયોમાં લીડરશિપ મેળવી છે અને જાળવી છે.

*પ્રોજેક્ટ વર્ગીકરણ

વર્ગીકરણસિગ્નિફિકન્ટલાર્જમેજરમેગા
મૂલ્ય કરોડમાં1,000થી 2,5002,500થી 5,0005,000થી 7,000>7,000

L&Tએ GHAVPને સ્ટીમ રિએક્ટર પૂરું પાડ્યું

લાર્સન એન્ડ ટૂબ્રોના હેવી એન્જિનીયરિંગ કંપનીએ હરિયાણાના ફતેહાબાદ જિલ્લામાં ગોરખપુર હરિયાણા અનુ વિદ્યુત પરિયોજના (જીએચએવીપી)માં સ્થાપિત થનાર એનપીસીઆઇએલના સ્વદેશી ડિઝાઇન કરેલા MWe પ્રેસરાઇઝ હેવી વોટર રિએક્ટર્સ (PHWR) માટે ચોથા સ્ટીમ જનરેટર (એસજી)ને રવાના કર્યું હતું.

આ માટે એક કાર્યક્રમનું આયોજન સુરત નજીક હઝિરામાં એલએન્ડટીના અદ્યતન હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સમાં થયું હતું, જ્યાં એનપીસીઆઇએલ અને એલએન્ડટીના મહાનુભાવો હાજર રહ્યાં હતાં. સંપૂર્ણ ઓર્ડર નિયમિત સમયમર્યાદાના 6 મહિના પૂર્ણ થયો છે, જે કોવિડ-19 મહામારી વચ્ચે પણ ન્યૂક્લીઅર ઉત્પાદન ઉદ્યોગમાં આંતરરાષ્ટ્રીય માપદંડ ઊભો કરે છે.

સ્ટીમ જનરેટર્સ (એસજી) હીટ એક્સચેન્જર્સ છે, જે ન્યૂક્લીઅર રિએક્ટરના હાર્દમાં પેદા થતી ઉષ્માનો ઉપયોગ કરીને વરાળ કે બાષ્પને પાણીમાં પરિવર્તિત કરે છે. આ PHWRમાં રેડિયેટેડ અને બહારના વાતાવરણ વચ્ચે એક હદ તરીકે કામ કરશે.

એલએન્ડટી હેવી એન્જિનીયરિંગના સીનિયર વાઇસ પ્રેસિડન્ટ અને હેડ, એલએન્ડટી એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય અનિલ વી પરબે કહ્યું હતું કે, “ભારતના પરમાણુ ઊર્જા કાર્યક્રમની શરૂઆતથી સામેલ થવાની તક આપવાની સાથે એલએન્ડટીની ક્ષમતામાં વિશ્વાસ મૂકવા બદલ અમે એનપીસીઆઇએલના આભારી છીએ. અમને મહામારીના પડકારોનો સફળતાપૂર્વક સામનો કરીને કરારબદ્ધ ડિલિવરીના નિયત સમયગાળાથી છ મહિના અગાઉ આ મહત્વપૂર્ણ ઉપકરણ પ્રદાન કરવા પર ગર્વ છે. એલએન્ડટી આદરણીય પ્રધાનમંત્રીના વિઝન “આત્મનિર્ભર ભારત”ના વિઝન અને ભારતના પરમાણુ કાર્યક્રમને ઝડપથી આગળ વધારવા સંપૂર્ણપણે કટિબદ્ધ છે, જે નેટ-ઝીરો કાર્બન ઉત્સર્જન હાંસલ કરવા સીઓપી26માં ભારતની પ્રતિબદ્ધતામાં પ્રદાન કરશે.”

એલએન્ડટીનું એ એમ નાઇક હેવી એન્જિનીયરિંગ કોમ્પ્લેક્સ આંતરરાષ્ટ્રીય બેન્ચમાર્ક ધરાવતી, અદ્યતન, સંપૂર્ણ સંકલિત, ડિજિટલી-સક્ષમ ઉત્પાદન સુવિધા છે. આ “મેક ઇન ઇન્ડિયા” અભિયાનમાં પ્રદાન કરવાનું જાળવી રાખીશું. એલએન્ડટી હેવી એન્જિનીયરિંગની તમામ સુવિધાઓ ઓર્ડર મુજબ એન્જિનીયર્ડ ઉત્પાદન કરવા માટે ઇન્ડસ્ટ્રી 4.0 સોલ્યુશન્સ સાથે સુસજ્જ છે. એલએન્ડટીનો હેવી એન્જિનીયરિંગ વ્યવસાય રિફાઇનરી, ઓઇલ એન્ડ ગેસ, પેટ્રોકેમિકલ્સ, ખાતર અને પરમાણુ ઊર્જા ક્ષેત્રોમાં આંતરરાષ્ટ્રીય ગ્રાહકોને સઘન ટેકનોલોજી ધરાવતા ઉપકરણો અને વ્યવસ્થાઓ પૂરી પાડવાનો અસરકારક ટ્રેક રેકોર્ડ ધરાવે છે.

પૃષ્ઠભૂમિ: લાર્સન એન્ડ ટૂબ્રો ઇપીસી પ્રોજેક્ટ, હાઇ-ટેક ઉત્પાદન અને સેવાઓમાં ભારતીય બહુરાષ્ટ્રીય ગ્રૂપ છે. આ દુનિયાના 50થી વધારે દેશોમાં કાર્યરત છે. મજબૂત, ગ્રાહક-કેન્દ્રિત અભિગમ અને ઉચ્ચ-ગુણવત્તા હાંસલ કરવા માટેની સતત આતુરતાએ એલએન્ડટીને આઠ દાયકામાં એના મુખ્ય વ્યવસાયોમાં સતત મોખરે રહેવામાં સક્ષમ બનાવ્યું છે.