મેઇનબોર્ડ IPO વીકલી રિવ્યૂ: આગામી સપ્તાહે આસ્ક ઓટોમોટિવ અને પ્રોટિન ઇગવના IPOની એન્ટ્રી
ગત સપ્તાહે યોજાયેલા Mamaearth, ESAF, Celloને સારો રિસ્પોન્સઃ Blue Jet હેલ્થકેરનું 10 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ
Comp. | Open | Close | Price (Rs) | Size (Cr.) | Lot | Exch |
ASK Auto | Nov7 | Nov9 | 268 /282 | 834 | 53 | BSE, NSE |
Protean eGov | Nov6 | Nov8 | 752 /792 | 490 | 18 | BSE |
ESAF SFBank | Nov3 | Nov7 | 57 /60 | 463 | 250 | BSE, NSE |
Honasa Consum | Oct31 | Nov2 | 324 | 1701 | 46 | BSE, NSE |
Cello World | Oct30 | Nov1 | 648 | 1900 | 23 | BSE, NSE |
અમદાવાદ, 4 ઓક્ટોબરઃ ગત સપ્તાહે મેઇનબોર્ડ IPO માર્કેટ પ્રવેશી રહેલી કંપનીઓની ધમાલથી ધમધમતી હતી. મેઇનબોર્ડ સેગમેન્ટમાં, મામાઅર્થની પેરેન્ટ કંપની, હોનાસા કન્ઝ્યુમર અને સેલો વર્લ્ડે તેમના IPO યોજ્યા હતા. જ્યારે બ્લુ જેટ હેલ્થકેરે સફળતાપૂર્વક તેનો સ્ટોક લિસ્ટ કર્યો અને ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકની જાહેર ઓફર સબસ્ક્રિપ્શન માટે ખુલ્લી રહી છે.
આગામી સપ્તાહે બે ઇશ્યૂઓ લેશે પ્રાઇમરી માર્કેટમાં એન્ટ્રી
આસ્ક ઓટોમોટિવઃ તા. 7 નવેમ્બરથી 9 નવેમ્બરઃ પ્રાઇસબેન્ડઃ રૂ.268-282
IPOની પ્રાઇસબેન્ડ રૂ.268-282ની રહેશે. 53 શેર્સ અને તેના ગુણાંકમાં અરજી કરવાની રહેશે. કંપની ભારતમાં પાંચ રાજ્યોમાં ફેલાયેલા 15 ઉત્પાદન એકમો ધરાવે છે. ASK ઓટોમોટિવ લિમિટેડ એ ભારતમાં ટુ-વ્હીલર માટે એડવાન્સ બ્રેકિંગ સિસ્ટમ્સનું ઉત્પાદન કરે છે. તે દેશના વિવિધ ભાગોમાં સ્થિત તેની ઉત્પાદન સુવિધાઓ દ્વારા સ્વતંત્ર આફ્ટરમાર્કેટ અને નિકાસ બજારને પણ પ્રદાન કરે છે. કંપનીની ઉત્પાદન સુવિધાઓ IATF 16949:2016, ISO 9001:2015, ISO 14001:2015 અને ISO 45001:2018 સહિત ગુણવત્તા અને સલામતીમાં વિશ્વ-કક્ષાના પ્રમાણપત્રો ધરાવે છે.
પ્રોટિન ઇગવઃ તા. 6 નવેમ્બરથી તા.8 નવેમ્બરઃ પ્રાઇસબેન્ડ રૂ. 752-792
પ્રોટીયન ઇગવ ટેક્નોલોજીસ (PROTEAN eGOV TECHNOLOGIES) શેરદીઠ રૂ. 10ની મૂળકિંમત અને રૂ. 752-792ની પ્રાઇસબેન્ડ ધરાવતાં 6191000 શેર્સના IPO સાથે તા. 6 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 9 નવેમ્બરે બંધ થઇ રહ્યો છે. ઓછામાં ઓછાં 18 અને ત્યારબાદ તેના ગુણાંક અનુસાર શેર્સ માટે અરજી કરી શકાશે. કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 75નું ડિસ્કાઉન્ટ ઓફર કરવામાં આવ્યું છે. કંપનીના શેર્સ બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે. ફ્લોર પ્રાઈસ 75.20 ગણી છે અને કેપ પ્રાઈસ ઇક્વિટી શેર્સની ફેસ વેલ્યુ કરતાં 79.20 ગણી છે. પ્રાઇસ બેન્ડના ઉચ્ચ સ્તરે કંપની માટે નાણાંકીય વર્ષ 2023 માટે ડાયલ્યુટેડ ઈપીએસ પર આધારિત પ્રાઇઝ/અર્નિંગ રેશિયો 29.91 ગણો છે અને પ્રાઇસ બેન્ડના નીચલા સ્તરે 28.40 ગણો છે.
હોનાસા કન્ઝ્યુમર (મમાઅર્થ) 7.61 ગણો ભરાયો
હોનાસા કન્ઝ્યુમર IPO 2 નવેમ્બરે, બિડિંગના અંતિમ દિવસે 7.61 ગણો સબસ્ક્રાઇબ થયો હતો, જેમાં 2.89 કરોડ શેરના ઇશ્યૂ કદ સામે 22 કરોડ શેર માટે બિડ પ્રાપ્ત થઈ હતી. રિટેલ પોર્શન 1.4 ગણો ભરાયો હતો. HNI 4.02 ગણો અને QIB પોર્શન 11.5 ગણો ભરાયો હતો. વરુણ અલગ અને ગઝલ અલગની માલિકીની પેઢીએ IPO દ્વારા રૂ. 1,701 કરોડ એકત્ર કર્યા હતા. 31 ઑક્ટોબરે ખુલેલી ઑફર માટેની પ્રાઇસ બેન્ડ 308-324 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી.
સેલો વર્લ્ડઃ 38.9 ગણો ભરાયો
Cello World IPOને સબ્સ્ક્રિપ્શનના અંતિમ દિવસે, નવેમ્બર 1ના રોજ રોકાણકારો તરફથી જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. 85.83 કરોડ શેર માટે બિડ પ્રાપ્ત થઈ હતી. જે દર્શાવે છે કે, 2.2 કરોડ શેરના IPO સામે ડિમાન્ડ 38.9 ગણી હોવાનું દર્શાવે છે. ક્યૂઆઇબી પોર્શન 108.57 ગણો, એચએનઆઇ પોર્શન 24.42 ગણો અને રિટેલ પોર્શન 3.06 ગણો ભરાયો હતો. 30 ઓક્ટોબરે ખૂલેલા IPO માટેની પ્રાઇસ બેન્ડ 617-648 રૂપિયા પ્રતિ શેર નક્કી કરવામાં આવી હતી. મુંબઈ સ્થિત કંપનીએરૂ. 1,900 કરોડ એકત્ર કર્યા હતા.
ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકઃ 7 નવેમ્બરે બંધ થશે ઇશ્યૂઃ પ્રાઇસ બેન્ડઃ રૂ.57-60
ESAF સ્મોલ ફાઇનાન્સ બેંકનો IPO 3 નવેમ્બરના રોજ ખૂલવા સાથે સારી શરૂઆત જોવા મળી હતી. રોકાણકારોએ 5.77 કરોડ શેરની ઓફર સાઇઝ સામે 10.02 કરોડ શેરની ડિમાન્ડ નોંધાવી હતી. ઇશ્યૂ પ્રથમ દિવસના અંતે 1.74 ગણો ભરાયો હતો. એચએનઆઇ ક્વોટા 2.44 ગણો, રિટેલ પોર્શન 1.97 ગણો, ક્યૂઆઇબી પોર્શન 90 ટકા ભરાયો હતો. કેરળ-મુખ્યમથક ધરાવતી સ્મોલ ફાઇનાન્સ બેંકનું લક્ષ્ય IPO દ્વારા રૂ. 463 કરોડ એકત્ર કરવાનું છે. 7 નવેમ્બરના રોજ બંધ થનારી ઓફરની પ્રાઇસ બેન્ડ પ્રતિ શેર 57-60 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
મેઇનબોર્ડ લિસ્ટિંગઃ બ્લુ જેટ હેલ્થકેરનું 10 ટકા પ્રિમિયમે લિસ્ટિંગ
બ્લુ જેટ હેલ્થકેરે 1 નવેમ્બરના રોજ રૂ. 346ની ઇશ્યૂ પ્રાઇસ સામે 9.8 ટકા પ્રીમિયમ પર લિસ્ટિંગ કરીને શેરબજારોમાં મજબૂત શરૂઆત કરી હતી. એનએસઇ પર શેર રૂ. 380 અને બીએસઇ પર રૂ. 359ના ભાવે ખૂલ્યા હતા. કંપનીએ પબ્લિક ઈશ્યુમાંથી રૂ. 840.27 કરોડ એકત્ર કર્યા હતા. ઓફર કરાયેલા 1.7 કરોડ શેરની સરખામણીમાં 13.5 કરોડ ઇક્વિટી શેરની બિડ સાથે IPO 7.94 ગણો ઓવરસબ્સ્ક્રાઇબ થયો હતો.