લાંબી રેસનો શેર સમજીને IPOમાં અરજી કરવાની ભલામણ


અમદાવાદ, એપ્રિલ 20:   મેનકાઈન્ડ ફાર્મા લિમિટેડ (કંપની) 40,058,844 ઈક્વિટી શૅર માટે પ્રારંભિક જાહેર ભરણાની ઑફર સાથે તા. 25 એપ્રિલે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઓફર તા. 27 એપ્રિલે બંધ થશે. એન્કર ઈન્વેસ્ટર માટે આવેદનની તારીખ એપ્રિલ 24, 2023 રાખવામાં આવી છે. પ્રાઇસબેન્ડ ઑફર પ્રતિ ઈક્વિટી શૅર ₹ 1,026 થી ₹ 1,080 નિર્ધારિત કરવામાં આવી છે. આવેદન ઓછામાં ઓછા 13 ઈક્વિટી શૅર માટે અને ત્યારબાદ 13ના ગુણાંકમાં કરી શકાશે. ઈક્વિટી શૅરો બીએસઈ લિમિટેડ તથા નેશનલ સ્ટૉક એક્સચેન્જ (એનએસઈ) બંને ઉપર લિસ્ટ થશે.

ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સઃ કોટક મહિન્દ્રા કૅપિટલ કંપની લિમિટેડ, એક્સિસ કૅપિટલ લિમિટેડ, આઈઆઈએફએલ સિક્યોરિટીઝ લિમિટેડ, જેફરાઇઝીસ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તથા જે.પી. મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ આ ઑફરના બૂક રનિંગ લીડ મેનેજરો છે.

Mankind Pharma IPO એટ એ ગ્લાન્સ

ઇશ્યૂ ખૂલશે25 એપ્રિલ
ઇશ્યૂ બંધ થશે27 એપ્રિલ
ફેસ વેલ્યૂરૂ. 1
પ્રાઇસબેન્ડ₹1026- 1080
લોટ સાઇઝ13 શેર્સ
કુલ ઇશ્યૂ સાઇઝ40,058,844 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 4326.36 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

કંપની વિશે સંક્ષિપ્ત પરીચય એક નજરે

1991 માં સ્થાપિત, મેનકાઇન્ડ ફાર્મા લિમિટેડ વિવિધ એક્યુટ અને ક્રોનિક થેરાપ્યુટિક અને કેટલાક કન્ઝ્યુમર હેલ્થકેર ઉત્પાદનોમાં ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન વિકસાવે છે, બનાવે છે અને તેનું માર્કેટિંગ કરે છે. કંપની એન્ટિ-ઇન્ફેક્ટિવ્સ, કાર્ડિયોવેસ્ક્યુલર, ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ, એન્ટિ-ડાયાબિટીક, ન્યુરો/CNS, વિટામિન્સ/મિનરલ્સ/પોષક તત્વો અને શ્વસન સહિત અનેક તીવ્ર અને ક્રોનિક ઉપચારાત્મક ક્ષેત્રોમાં સક્રિય છે.

કંપનીની પ્રોડક્ટ્સ એટ એ ગ્લાન્સઃ તેમાં મેનફોર્સ (Rx), Moxikind-CV, Amlokind-AT, Unwanted-Kit, Candiforce, Gudcef, Glimestar-M, Prega News, Dydroboon, Codistar, Nurokind-Gold, Nurokind Plus-RF, Nurokind- સહિત 36 થી વધુ બ્રાન્ડ્સ છે. LC, Asthakind-DX, Cefakind, Monticope, Telmikind-H, Telmikind, Gudcef-CV, અને Unwanted-72. કંપની ભારતમાં 25 ઉત્પાદન સુવિધાઓ ચલાવે છે અને 4,121 મેન્યુફેક્ચરિંગ કર્મચારીઓની ટીમ ધરાવે છે. તે ઉપરાંત 600થી વધુ વૈજ્ઞાનિકોની ટીમ અને IMT માનેસર, ગુરુગ્રામ, હરિયાણા અને થાણે, મહારાષ્ટ્રમાં સ્થિત ચાર એકમો સાથે સમર્પિત ઇન-હાઉસ R&D કેન્દ્ર છે.

કંપનીની નાણાકીય કામગીરી (કોન્સોલિડેટેડ)

Period EndedTotal RevenueProfit After TaxReserves and Surplus
31-Mar-205,975.651,056.153,436.34
31-Mar-216,385.381,293.034,674.39
31-Dec-216,218.291,260.240.00
31-Mar-227,977.581,452.966,106.06
31-Dec-226,777.821,015.980.00

(આંકડા રૂ. કરોડમાં)

મેનકાઇન્ડ ફાર્મા IPO સમીક્ષાઃ અરજી કરી શકાય

કંપનીની પ્રોડક્ટ્સ રેન્જ, માર્કેટ શેર, નાણાકીય કામગીરી, પ્રમોટર્સનો ઇતિહાસ તેમજ ઝીરો ડેટ કંપની સહિત મોટાભાગના પરીબળો મજબૂત જણાય છે. લાંબાગાળાના મૂડીરોકાણને ધ્યાનમાં રાખીને રોકાણકારો આ ઇશ્યૂમાં અરજી કરી શકે તેવી સલાહ પ્રાઇમરી માર્કેટ નિષ્ણાતો આપી રહ્યા છે.

Mankind Pharma IPO લોટ સાઇઝ

મિનિમમ 13 શેર્સ અને ત્યારબાદ તેના ગુણાંકમાં

ApplicationLotsSharesAmount
Retail (Min)113₹14,040
Retail (Max)14182₹196,560
S-HNI (Min)15195₹210,600
S-HNI (Max)71923₹996,840
B-HNI (Min)72936₹1,010,880

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)