કોમોડિટી વાયદામાં 125212 કરોડ ટર્નઓવર

મુંબઈઃ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 9થી 15 ડિસેમ્બરના સપ્તાહ દરમિયાન 56,67,114 સોદાઓમાં કુલ રૂ.4,67,208.31 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,25,212.34 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3,41,597.92 કરોડનો હતો.

સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.54,262ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.55,047 અને નીચામાં રૂ.53,882ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.56 વધી રૂ.54,107ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.211 વધી રૂ.43,490 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.3 વધી રૂ.5,338ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,860ના ભાવે ખૂલી, રૂ.54 વધી રૂ.53,795ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીનો વાયદો રૂ.69 હજારના સ્તરને પાર

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.67,362ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.69,575 અને નીચામાં રૂ.66,892ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.784 વધી રૂ.67,818ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.809 વધી રૂ.67,811 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.822 વધી રૂ.67,819 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, MCX ખાતે 1,13,688 સોદાઓમાં રૂ.18,696.64 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.5.35 ઘટી રૂ.210.10 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.4.00 ઘટી રૂ.281ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5.65 ઘટી રૂ.702.25 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 ઘટી રૂ.185ના ભાવ થયા હતા.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં સુધારો, ક્રૂડમાં સુધારાની ચાલ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.5,972ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,433 અને નીચામાં રૂ.5,832ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.418 વધી રૂ.6,386 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.73.10 વધી રૂ.576.80 બંધ થયો હતો.

કોટન વાયદામાં રૂ. 60નો ઘટાડો નોંધાયો

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન 3,641 સોદાઓમાં રૂ.269.40 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,723.50 બંધ થયો હતો. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,280ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.31,820 અને નીચામાં રૂ.31,080ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.60 ઘટી રૂ.31,150ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.52.10 વધી રૂ.1016.50 થયો હતો.