નિફ્ટી- 50એ મંગળવારે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 17 દિવસનું ટોપ નોંધાવ્યા બાદ રિવર્સ ટ્રેન્ડમાં 16000 પોઇન્ટની સપાટી ક્રોસ કરેલી પાછી મૂકી દીધી હતી એટલુંજ નહિં 15850 પોઇન્ટનું મહત્વનું સપોર્ટ લેવલ પણ ગુમાવ્યું છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, માર્કેટ ધીરે ધીરે ઓવર બોટ કન્ડિશનમાંથી બહાર આવી રહ્યું છે. પરંતુ બાઉન્સબેક માટે હજી થોડી રાહ જોવી પડે તેવું જણાય છે. બીએસઇના પ્રોવિઝનલ આંકડાઓ અનુસાર મંગળવારે એફપીઆઇની ખાસ્સા લાંબા સમય પછી નેટ ખરીદી જોવા મળી છે. વિવિધ સેક્ટર્સમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. અગાઉ જણાવ્યા અનુસાર નિફ્ટીએ એકવાર 15850 પોઇન્ટનું મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરી 3 દિવસ તેની ઉપર બંધ આપવું જરૂરી બન્યું છે. જેમાં નિફ્ટી 16000 ક્રોસ કરે તો 16200નું નેકસ્ટ લેવલ જોવા મળવાનો આશાવાદ રાખી શકાય. નિફ્ટીને 15700- 15650 પોઇન્ટનો મહત્વનો સપોર્ટ હાલ તો જણાય છે.

BANK NIFTY OUTLOOK: SUPPORT 33595- 33374, RESISTANCE 34199- 34582

બેન્ક નિફ્ટીના કેસમાં હિસ્ટ્રી રિપિટ થઇ રહી છે. હાયર લેવલ જાળવવામાં નિષ્ફળ જવા સાથે તેના ઉગાઉના ડેઇલી રાઇઝિંગ ટ્રેન્ડને પણ તોડ્યો છે. નિફ્ટી કરતાં અંડર પરફોર્મ રહેવા સાથે હેવી વેઇટ્સમાં નરમાઇ રહી છે. સેક્ટોરલ માર્કેટ બ્રેડ્થ પણ નેગેટિવ રહી છે. ડેઇલી ટેકનિકલ ચાર્ટ સંકેત આપે છે કે, બેન્ક નિફ્ટી માટે નજીકનો સપોર્ટ 33500 અને ત્યારબાદ 33300 પોઇન્ટ આસપાસનો રહેશે. ઉપરમાં 34350 પોઇન્ટ આસપાસ રેઝિસ્ટન્સ જોવા મળી શકે છે.

NIFTY15811BANK NIFTY33816IN FOCUS 
S-115722S-133595IN FOCUSBEML
S-215634S-233374INTRADAY PICKCICICGI
R-115963R-134199INTRADAY PICKGRANULES
R-216114R-234582INTRADAY PICKINDHOTEL