માર્કેટ લેન્સઃ નિફ્ટી સપોર્ટઃ 19340- 19268, રેઝિસ્ટન્સઃ 19453- 19495, ઇન્ટ્રા-ડે વોચઃ બંધનબેન્ક, બજાજ ફીનસર્વ
અમદાવાદ, 7 નવેમ્બરઃ નિફ્ટી-50એ સપ્તાહની શરૂઆત સારી કરવા સાથે બે સપ્તાહની ટોચ નોંધાવી છે. એટલું જ નહિં, 19300 પોઇન્ટની સાયકોલોજિકલ કમ ટેકનિકલી રેઝિસ્ટન્સનું ફર્સ્ટ લેવલ પણ ક્રોસ કર્યું છે. હવે 19400 અને ત્યારબાદ 19460 ક્રોસ થવા જરૂરી રહેશે. તે ક્રોસ થાય તો ઉપરમાં 19495 પોઇન્ટ સુધી જઇ શકે.
ટેકનિકલી જોઇએ તો નિફ્ટી તેની 100 દિવસીય એવરેજના બ્રેકડાઉન ઝોન આસપાસ રમી રહ્યો છે. તેથી ઉપરમાં 19450- 19550 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ ઝોન હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે.
બેન્ક નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજ ક્રોસ કરવા સાથે હાય બોટમ હાયર ટોપ્સની રચના કરી છે. તેથી અપવર્ડ બ્રેકઆઉટની શક્યતા સાથે 44500 પોઇન્ટનું લેવલ જળવાઇ રહેવું જરૂરી રહેશે. ત્યારબાદ 44700નું ક્રોસ થઇ શકે છે. આરએસઆઇએ તેની એવરોજ ક્રોસ લાઇન ક્રોસ કરી લીધી છે અને મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પોઝિટિવ સંકેત આપી રહ્યા છે. બેન્ક નિફ્ટી માટે હવેના સપોર્ટ લેવલ 43474- 43324 પોઇઇન્ટ અને 43707- 43795 પોઇન્ટ મહત્વની રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો આપી રહ્યા છે.
બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક મારફત સબસ્ક્રાઈબ કરો
https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)