અમદાવાદ, 13 નવેમ્બરઃ દિવાળીના દિવસે નવા વર્ષના મુહુર્તના સોદામાં માર્કેટની શરૂઆત સેન્સેક્સમાં 355 અને નિફ્ટીમાં 101 પોઇન્ટની શુભ શરૂઆત સાથે થઇ છે. નિફ્ટીએ તેની 19500 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ સપાટી ક્રોસ કરવા સાથે 3 સપ્તાહની ટોચ પણ નોંધાવી છે. સાથે સાથે 50 દિવસીય એવરેજ સાથે બંધ રહ્યો છે. જે દર્શાવે છે કે નિફ્ટી ટેકનિકલી સાઉન્ડ બનવા સાથે 19800 તરફ આગેકૂચ જારી રાખી શકે છે તેવું રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ અહેવાલ અનુસાર જણાય છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સ્ટ્રોંગ ફોલોઅપ મૂવનો સંકેત આપી રહ્યા છે.

ઇન્ટ્રા-ડે વોચઃ ટેક મહિન્દ્રા, દિપક નાઇટ્રેટ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ડી-માર્ટ, ન્યૂલેન્ડ લેબ., ટાટા પાવર, ઇન્ફોસિસ અને બ્લૂચીપ ફાર્મા શેર્સ

બેન્ક નિફ્ટીએ પણ ટેકનિકલી 3 દિવસની વિકલી હાઇ સપાટી નોંધાવવા સાથે 44200 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ઉપર બંધ આપવા સાથે અવરલી એવરેજમાં 43700નું બ્રેકઆઉટ નોંધાવ્યું છે જે તેની અતિ મહત્વની સપોર્ટ લાઇન જણાય છે. બેન્ક નિફ્ટી માટે સપોર્ટ 43924- 43850, રેઝિસ્ટન્સ 44063- 44129

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)