માર્કેટ લેન્સઃ NIFTY સપોર્ટ 19538- 19501, રેઝિસ્ટન્સ 19599- 19624, ઇન્ટ્રા-ડે વોચઃ આલ્કેમલેબ્સ, SBI કાર્ડ
અમદાવાદ, 6 સપ્ટેમ્બરઃ નિફ્ટી-50એ સાંકડી વધઘટ અને વોલ્યૂમ્સ વચ્ચે છેલ્લે ફ્લેટ બંધ આપવા સાથે ડેઇલી ચાર્ટ ઉપર દોજી કેન્ડલની રચના કરી . વીકની ટોચની સપાટીએ બંધ આપવા સાથે 19600મની નજીક પહોંચવાની કોશિશ કરી છે. તે સારી નિશાની ગણાવી શકાય. અવરલી ચાર્ટ ઉપર આરએસઆઇ હાયર એન્ડ ઉપર છે. અને જો માઇનોર રેઝિસ્ટન્સ આવે તો માર્કેટમાં ફરી કરેક્શન ઘેરું બની શકે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ જ્યાં સુધી 19600 ક્રોસ થાય નહિં, ત્યાં સુધી નવી તેજી માટે થોભો અને રાહ જુઓની નીતિ અપનાવે તેવી સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝ તરફથી મળી રહી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)