અમદાવાદ, 17 ઓક્ટોબરઃ સાંકડી વધઘટ અને નીચા વોલ્યૂમ્સ વચ્ચે ભારતીય શેરબજારોમાં ધીરે ધીરે નવા બનાવોની રાહમાં રેન્જબાઉન્ડ સ્થિતિ જોવા મળી રહી છે. સોમવારે નિફ્ટી-50 19600- 19800ની રેન્જમાં રમી રહ્યો હતો. જે છેલ્લા 3 ટ્રેડિંગ દિવસથી ચાલી રહ્યું છે. 19600 પોઇન્ટની સપાટી ટ્રેન્ડ રિવર્સલ મનાય છે. ઉપરમાં નિફ્ટીએ હવે 19800 ક્રોસ કરીને બંધ આપવાની જરૂર જણાય છે. ઉપરમાં 19778-19824 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિપોર્ટ જણાવે છે.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 44061-43987, રેઝિસ્ટન્સ 44374- 44522

બેન્ક નિફ્ટી તેની 44000 પોઇન્ટની સાયકોલોજિકલ કમ મહત્વની લોઅર સપોર્ટ ઝોનથી ઉપર ઉઠી44226 બંધ રહ્યોછે. લોંગ જેસ્ટેશન રેન્જ 44000- 44500ની રહેવા સાથે જે તરફનું બ્રેકઆઉટ રહેશે તે તરફ માર્કેટમાં 2થી 3 ટકા સુધીની ચાલ જોવા મળી શકે તેવી ધારણા ટેકનિકલ એનાલિસ્ટ્સ વ્યક્ત કરી રહ્યા છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)