અમદાવાદ, 5 ડિસેમ્બરઃ આગલાં દિવસના લોસની રિકવરી સાથે નિફ્ટીએ ગુરુવારે બાઉન્સબેક સાથે પોઝીટીવ ક્રોસ ઓવર નોંધાવીને 21500 પોઇન્ટની મહત્વની સપોર્ટ લેવલ જાળવી રાખી છે. હવે ઉપરમાં 21850 પોઇન્ટની સપાટી મહત્વની રેઝિસ્ટન્સ રહેશે નીચામાં 21350 પોઇન્ટ તૂટે તો જ મોટા કરેક્શનની સંભાવના સમજવાની બાકી માર્કેટ ટોન કરન્ટ લેવલથી રિવર્સલ સમજીને વેલ્યૂ બાઇંગ કરતાં રહેવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે. ધારણા મુજબ આરએસઆઇ પણ ઓવરસોલ્ડ ઝોનમાંથી બાઉન્સ થયો છે. અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ પણ પોઝિટિવ ટ્રેન્ડ ધરાવતા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ડેઇલી ટેકનિકલ રિપોર્ટ દર્શાવે છે. નિફ્ટી માટે સપોર્ટ 21587- 21515 પોઇન્ટ જ્યારે રેઝિસ્ટન્સ 21708- 21757 પોઇન્ટની સપાટી ધ્યાનમાં રાખવા સલાહ આપી છે.

ઇન્ટ્રા-ડ વોચઃ ઓએનજીસી, ડો. રેડ્ડી, ભારતી એરટેલ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ટીસીએસ, ઇન્ફોસિસ, એસબીઆઇ, આટીસી, રેલટેલ, એસબીએફસી, વીપ્રો, યસ બેન્ક. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝઃ જ્યાં સુધી 2620 ક્રોસ કરીને બંધ રહે નહિં ત્યાં સુધી સાવચેતી રાખવી. એકવાર 2620 ક્રોસ થઇ બંધ રહે તો માર્કેટમાં અને રિલાયન્સમાં ફરી નવા તેજીના તોફાનો જોવા મળી શકે તેવું નિષ્ણાતોનું માનવું છે.

બેન્ક નિફ્ટીઃ સપોર્ટ 47862- 47529, રેઝિસ્ટન્સ 48405- 48615 પોઇન્ટ ધ્યાનમાં રાખવા.

બેન્ક નિફ્ટીએ તેની 20 દિવસીય એવરેજથી બાઉન્સબેક નોઁધાવવા સાથે અગાઉના હાયર પોઇન્ટ ઉપર જ બંધ આપ્યું છે. ઉપરમાં બેન્ક નિફ્ટી માટે ઉપર જણાવેલા સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ્સ ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ ટેકનિકલ નિષ્ણાતો તરફથી મળી રહી છે.

સેક્ટર્સ ટૂ વોચઃ પાવર, એનર્જી, કન્સ્ટ્રક્શન, ડિફેન્સ, સિલેક્ટિવ ફાઇનાન્સિયલ સ્ટોક્સ

https://businessgujarat.in/ વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)