માર્કેટ લેન્સઃ નિફ્ટી માટે સપોર્ટ 24970- 24922, રેઝિસ્ટન્સ 25069- 25121
અમદાવાદ, 28 ઓગસ્ટઃ ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટીએ મંગળવારે દોજી કેન્ડલ સાથે ક્લોઝિંગ આપ્યું છે અને તેના કારણે તેજી તરફી જ નહિં પણ કોઇપણ એક બાજુ માર્કેટની ચાલ રહેવાની સંભાવના વધી છે. 24900 ટ્રેન્ડ રિવર્સલ પણ સાબિત થઇ શકે. ઉપરમાં 25300 ક્રોસ થવી જરૂરી રહેશે. રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ અનુસાર મન્થલી એક્સપાયરી તથા જિયોપોલિટિકલ પરિસ્થિતિના કારણે વૈશ્વિક બજારોની સ્થિતિ પણ નાજૂક રહી છે. આરએસઆઇ અવરલી ચાર્ટ ઉપર ઓવરબોટ કન્ડિશન સૂચવે છે. તેથી આગામી થોડા દિવસો ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ અને સ્ટોપલોસ હાથવગા રાખીને ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની પણ સલાહ મળી રહી છે.
નિફ્ટી અને સેન્સેક્સ શરૂઆતી સુધારાને જાળવી રાખવામાં નિષ્ફળ ગયા અને 27 ઓગસ્ટના રોજ સત્રનો અંત ફ્લેટ નોટ પર થયો. બંધ સમયે, સેન્સેક્સ 13.65 પોઈન્ટ અથવા 0.02 ટકા વધીને 81,711.76 પર અને નિફ્ટી 7.20 પોઈન્ટ અથવા 0.03 ટકા વધીને 25,017.80 પર હતો. બુધવારે GIFT નિફ્ટી નીચામાં ટ્રેડ થઈ રહ્યો છે, જે દિવસની ફ્લેટ શરૂઆત સૂચવે છે. નિફ્ટી ફ્યુચર 25,003.5 પર ટ્રેડ થઈ રહ્યો હતો. વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) એ 27 ઓગસ્ટના રોજ રૂ. 1,503 કરોડની ઇક્વિટી ખરીદી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ દિવસે રૂ. 604 કરોડની ઇક્વિટી વેચી હતી.
નિફ્ટીઃ સપોર્ટ 24970- 24922, રેઝિસ્ટન્સ 25069- 25121
બેન્ક નિફ્ટીઃ સપોર્ટઃ 51010- 50741, રેઝિસ્ટન્સ 51476- 51674
સેક્ટર્સ ટૂ વોચઃ રિટેઇલ, ફાઇનાન્સિયલ, હેલ્થકેર, ઓઇલ, એનર્જી, કન્સ્ટ્રક્શન, ડિફેન્સ, ફર્ટિલાઇઝર્સ, સિલેક્ટિવ રેલવે સ્ટોક્સ
Stocks to watch: BRITANIA, KOTAKBANK, TATAMOTORS, TATATECH, TATAELEXI, INDIGO, AAVAS, ZEEL, GSPL, ZOMATO, RIL
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ #ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)