ઇન્ટ્રા-ડે વોચઃ એશિયન પેઇન્ટ્સ, શ્યામ ટેલિ. બજાજ ફીનસર્વ, સોનાટા સોફ્ટવેર, હીરો મોટોકોર્પ

અમદાવાદ, 26 સપ્ટેમ્બરઃ સોમવારે માર્કેટમાં શરૂઆત ઘટાડાની ચાલ બાદ રાહત રેલીની શરૂઆતના સંકેત આપતા હોય તેમ છેલ્લે સેન્સેક્સ 14 પોઇન્ટના સુધારા સાતે 66023 પોઇન્ટ, અને નિફ્ટી 0.30 પોઇન્ટના નોમિનલ સુધારા સાથે 19674 પોઇન્ટની સપાટીએ ફ્લેટ બંધ રહ્યા હતા. નિફ્ટીએ ઇન્ટ્રા-ડે 19600 પોઇન્ટની મહત્વની ટેકાની સપાટી જાળવી રાખવા સાથે બોટમ 19670 પોઇન્ટ નોંધાવ્યું હતું. મહત્વનો સપોર્ટ તૂટે તો નિફ્ટી 19450- 19300 પોઇન્ટ સુધી ઘટવાના ચાન્સિસ વધી શકે છે. ઉપરમાં 19800 પોઇન્ટની મહત્વની રેઝિસ્ટન્સ ક્રોસ કરવી પણ એટલી જ મહત્વની હોવાનું સ્ટોક્સબોક્સનો માર્કેટ એનાલિસિસ રિપોર્ટ જણાવે છે. બેન્ક નિફ્ટી પણ ચાર દિવસના ડાઉનટ્રેન્ડ બાદ પોઝિટિવ બંધ આવ્યો છે. 44200 પોઇન્ટનો સપોર્ટ ધ્યાને રાખવો. નિફ્ટી માર્કેટ ખૂલ્યાના 15 મિનિટમાં ખાસ કરીને ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે 19719 ક્રોસ કરે તો અને તોજ તેજીનો વેપાર ગોઠવવા વિચારવાની સલાહ સ્ટોક્સબોક્સ આપે છે. પરંતુ જો પ્રથમ 15 મિનિટમાં 19600નું મહત્વનું સપોર્ટ લેવલ તૂટે તો તેજીના વેપારમાં સાવધાની રાખવા સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)