ડિસેમ્બર ક્વાર્ટર માટેના કોર્પોરેટ અર્નિંગ્સ

ડિસેમ્બરના અંતે પુરા થયેલા ત્રીજા ત્રિમાસિક ગાળા માટેના પરીણામોની શરૂઆત ટીસીએસ, એચસીએલ ટેકનો., વીપ્રો અને ઇન્ફોસિસથી થઇ રહી છે. ટોચની 50 કંપનીઓના પરીણામો ઉપર ખાસ કરીને રહેશે બજારની નજર. વર્લ્ડ ઇકોનોમિમાં સ્લોડાઉનના કારણે આઇટી કંપનીઓના પરીણામો ઉપર તેની કેવી અસર રહેશે તે જોવાનું રહેશે.

કોર્પોરેટ રિઝલ્ટ કેલેન્ડર

9 જાન્યુઆરીટીસીએસ
12 જાન્યુઆરીએચસીએલ ટેક., ઇન્ફોસિસ
13 જાન્યુઆરીવીપ્રો, ડીમાર્ટ, એચડીએફસી બેન્ક
17 જાન્યુઆરીબેન્ક ઓફ ઇન્ડિયા, તાતા ઇન્વેસ્ટમેન્ટ
18 જાન્યુઆરીપર્સિસટન્સ
19 જાન્યુઆરીએશિયન પેઇન્ટ્સ, હવેલ્સ, એમ્ફેસિસ
20 જાન્યુઆરીઆઇસીઆઇસીઆઇ બેન્ક
21 જાન્યુઆરીઅલ્ટ્રાટેક સિમેન્ટ
23 જાન્યુઆરીપૂનાવાલા, તાતા કોમ
24 જાન્યુઆરીએચડીએફસી એએમસી, પીડિલાઇટ
25 જાન્યુઆરીબજાજ ઓટો, તાતા મોટર્સ, ડો. રેડ્ડી, સિપલા
27 જાન્યુઆરીબજાજ ફાઇ.
30 જાન્યુઆરીબજાજ ફીનસર્વ
31 જાન્યુઆરીબાસ્ફ, ટીટીકે પ્રેસ્ટીજ

સીપીઆઇ ઇન્ફ્લેશન તથા અન્ય ઇકોનોમિક ડેટા

ફેબ્રુઆરી માસમાં આરબીઆઇ વ્યાજદરમાં વધારો કરવો કે નહિં તેનો નિર્ણય સીપીઆઇના ડેટા ઉપરથી લેશે. તેની માર્કેટ સેન્ટિમેન્ટ ઉપર પણ અસર પડશે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ(સીપીઆઇ) 6 ટકાથી નીચે રહેવાની ધારણા સેવાય છે. ગુરુવારે ઇન્ડસ્ટ્રીયલ અને મેન્યુફેક્ચરિંગ પ્રોડક્શન ડેટા પણ ગુરુવારે ડિકલેર થઇ રહ્યા છે. સાથે સાથે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ ડેટા તેમજ બેલેન્સ ઓફ ટ્રેડ નંબર્સ શુક્રવારે જારી થશે તેની ઉપર પણ રહેશે માર્કેટની નજર

યુએસ ઇન્ફ્લેશન ગુરુવારે ડિકલેર થશે

મોટાભાગના નિષ્ણાતો ડિસેમ્બર માટેનો ફુગાવો 6.5- 7 ટકા વચ્ચે રહેવાની ધારણા સેવે છે. જે માર્કેટ માટે પોઝિટિવ ગણાવાય છે. તે ઉપરાંત મંગળવારે યુએસ ફેડ ચેર જેરોમ પોવેલની સ્પીચ પણ કેવી રહે છે તેની ઉપર બજારની નજર રહેશે.

ગ્લોબલ મેક્રો ઇકોનોમિક ડેટા એટ એ ગ્લાન્સ

  • યુએસમાં હોલસેલ ઇન્વેટરીઝ, એપીઆઇ અને ઇઆઇએ, ક્રૂડ ઓઇલ સ્ટોક, મોર્ગેજ એપ્લિકેશન્સ, ઇન્ફ્લેશન, જોબલેસ ડેટા
  • યુરોમાં નવેમ્બરનો અનએમ્પ્લોઇમેન્ટ ડેટા, ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન, બેલેન્સ ઓફ ટ્રેડ (નવેમ્બર)
  • જાપાનમાં નવેમ્બરનો હાઉસહોલ્ડ સેવિંગ્સ દર, કરન્ટ એકાઉન્ટ, બેન્ક લેન્ડિંગ
  • ચીનમાં ફુગાવો, પીપીઆઇ, વાહન વેચાણ, બેલેન્સ ઓફ ટ્રેડ.

એફપીઆઇ- ડીઆઇઆઇના ખરીદ/ વેચાણ

ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) 2023ના પ્રથમ સપ્તાહમાં રૂ. 78000 કરોડના નેટ સેલર્સ રહ્યા હતા. ડિસેમ્બરમાં રૂ. 14000 કરોડના નેટ સેલ્સ ગતા. તેની સામે ડીઆઇઆઇની રૂ. 2700 કરોડની ગત સપ્તાહમાં અને રૂ. 24000 કરોડની નેટ ખરીદીનો ટેકો રહ્યો હતો.

સાહ પોલિમર્સનું ન્યૂ લિસ્ટિંગ કેવું રહેશે

સાહ પોલિમર્સના રૂ. 66 કરોડના આઇપીઓનું લિસ્ટિંગ આગામી સપ્તાહે થઇ રહ્યું છે. 17.5 ગણો ભરાયેલો આઇપીઓ ગ્રે માર્કેટમાં રૂ. 4-8 વચ્ચેનું બિનસત્તાવાર પ્રિમિયમ ધરાવે છે. જો નકારાત્મક લિસ્ટિંગ થાય તો તેની માર્કેટ ઉપર નકારાત્મક અસર થઇ શકે.

ટેકનિકલી નિફ્ટીએ 17750ની સપાટી જાળવવી જરૂરી

નિફ્ટીએ 18000 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી તો તોડી જ નાંખી છે. હવે 17750 પોઇન્ટની મહત્વની ટેકનિકલી સપોર્ટ લાઇન નીચે ઉતરે નહિં તે જોવાંનું રહેશે. જો તે જળવાઇ રહે તો 18000- 18200ની રેન્જ જોવા મળી શકે.