MCX: કોટન-ખાંડી વાયદામાં રૂ.840નો ઘટાડો
મુંબઈ, 11 નવેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.37,430.42 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. સોનાનો ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.92ના ભાવઘટાડા સાથે રૂ.60,255ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો, જ્યારે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.305 ઘટી રૂ.70,329ના ભાવ બોલાઈ રહ્યા હતા. આ સામે ક્રૂડ તેલનો નવેમ્બર વાયદો બેરલદીઠ રૂ.95 ઘટી રૂ.6,412ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. કોટન-ખાંડીનો નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.840ના ઘટાડા સાથે રૂ.57,120ના ભાવ બોલાઈ રહ્યા હતા.
મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 14,24,860 સોદાઓમાં કુલ રૂ.1,30,218.58 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.22,420.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 107769.46 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 2,16,679 સોદાઓમાં રૂ.14,974.25 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,596ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,603 અને નીચામાં રૂ.60,151 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.423 ઘટી રૂ.60,347ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.302 ઘટી રૂ.48,919 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.40 ઘટી રૂ.5,987ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.453 ઘટી રૂ.60,365ના સ્તરે પહોંચ્યો હતો.
સોનાના વાયદામાં રૂ.92 અને ચાંદીના વાયદામાં રૂ.305ની નરમાઈ
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.72,000ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,000 અને નીચામાં રૂ.70,558 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1,483 ઘટી રૂ.70,634 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,426 ઘટી રૂ.70,735 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1,421 ઘટી રૂ.70,750 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે 12,094 સોદાઓમાં રૂ.1,461.37 કરોડના વેપાર થયા હતા. તાંબુ નવેમ્બર વાયદો રૂ.711.25ના ભાવે ખૂલી, રૂ.3.80 ઘટી રૂ.709.90 જ્યારે એલ્યુમિનિયમ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.80 ઘટી રૂ.208.40 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.227ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.70 ઘટી રૂ.208.55 સીસુ-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.05 ઘટી રૂ.187.10 જસત-મિની નવેમ્બર વાયદો રૂ.0.25 વધી રૂ.226.75 બંધ થયો હતો.
ક્રૂડ તેલ રૂ.95 ડાઊન, બુલડેક્સ વાયદામાં રૂ.28 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર 1,43,120 સોદાઓમાં રૂ.5,960.72 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,730ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,730 અને નીચામાં રૂ.6,479 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.319 ઘટી રૂ.6,507 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની નવેમ્બર વાયદો રૂ.317 ઘટી રૂ.6,512 બંધ થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.274ના ભાવે ખૂલી, રૂ.9.50 ઘટી રૂ.262.50 અને નેચરલ ગેસ-મિની નવેમ્બર વાયદો 9.3 ઘટી 263 બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX ખાતે રૂ.24.34 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.57,960ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,100 અને નીચામાં રૂ.57,620 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.80 ઘટી રૂ.57,960ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.50 ઘટી રૂ.945.20 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.22,421 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 107769.46 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ મંગળવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,229.02 કરોડનાં 8,652.160 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.9,745.23 કરોડનાં 1,366.890 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,591.49 કરોડનાં 39,22,270 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.3,369.23 કરોડનાં 12,53,29,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.103.56 કરોડનાં 4,972 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.54.08 કરોડનાં 2,893 ટન તાંબાના વાયદાઓમાં રૂ.912.80 કરોડનાં 12,863 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.390.93 કરોડનાં 17,294 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.14.75 કરોડનાં 2,544 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.9.59 કરોડનાં 101.16 ટનનાં કામકાજ થયાં હતાં.