MCX: કોટન વાયદામાં રૂ.560નો ઘટાડો
મુંબઈ, 30 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂ.36,211.56 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.8,105.55 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 28104.63 કરોડનો હતો.
સોના-ચાંદીના વાયદામાં એકંદરે સુધારો
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.68,273ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.68,600 અને નીચામાં રૂ.68,153ના મથાળે અથડાઈ, રૂ.147 વધી રૂ.68,415ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.55,676 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.5 વધી રૂ.6,771ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.84 વધી રૂ.68,290ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.81,421ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.81,824 અને નીચામાં રૂ.81,290ના મથાળે અથડાઈ, રૂ.223 વધી રૂ.81,510ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.242 વધી રૂ.81,619 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.217 વધી રૂ.81,575 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.778.40ના ભાવે ખૂલી, રૂ.4.95 ઘટી રૂ.777.25 જ્યારે એલ્યુમિનિયમ ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1.45 ઘટી રૂ.207.80 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.85 વધી રૂ.207ના ભાવ થયા હતા. જસત ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.0.30 ઘટી રૂ.250ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓગસ્ટ વાયદો 1 કિલોદીઠ રૂ.1.40 ઘટી રૂ.209.60 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.7.40 વધી રૂ.196 જસત-મિની જુલાઈ વાયદો રૂ.2 ઘટી રૂ.255.05 બોલાઈ રહ્યો હતો.
ક્રૂડ તેલ, નેચરલ ગેસના વાયદા ઘટ્યા
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,343ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,373 અને નીચામાં રૂ.6,313ના મથાળે અથડાઈ, રૂ.27 ઘટી રૂ.6,324 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓગસ્ટ વાયદો રૂ.27 ઘટી રૂ.6,328 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓગસ્ટ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.175ના ભાવે ખૂલી, રૂ.2.40 ઘટી રૂ.170.50 અને નેચરલ ગેસ-મિની ઓગસ્ટ વાયદો 2.2 ઘટી 170.8 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.1.39 કરોડનાં કામકાજ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,420ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,420 અને નીચામાં રૂ.56,420ના મથાળે અથડાઈ, રૂ.560 ઘટી રૂ.56,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ કોઈ ફેરફાર વગર રૂ.940 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.8,106 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 28,105 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.3,541.55 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,381.38 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.314.77 કરોડનાં 10,686 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.783.08 કરોડનાં 49,861 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.92.93 કરોડનાં 1,512 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.49.27 કરોડનાં 811 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.714.88 કરોડનાં 3,632 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.219.89 કરોડનાં 3,260 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.0.27 કરોડનાં 1 લોટ, મેન્થા તેલ વાયદામાં રૂ.7.52 કરોડનાં 217 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)