MCX: ક્રૂડ વાયદા રૂ.125 ઉછળ્યા, નેચરલગેસ નરમ
મુંબઈ, 1 સપ્ટેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,87,506 સોદાઓમાં કુલ રૂ.26,534.02 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.6,149.04 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.20376.4 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 39,839 સોદાઓમાં રૂ.3,334.7 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.59,296ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.59,522 અને નીચામાં રૂ.59,277 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.59,510ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.85 વધી રૂ.47,924 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,924ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની સપ્ટેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.107 વધી રૂ.59,220ના સ્તરે પહોંચ્યો હતો.
કોટન-ખાંડી વાયદો રૂ.940 તેજ, મેન્થા તેલમાં નરમાઈ, સોના-ચાંદીમાં વૃદ્ધિ
ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.74,203ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.74,624 અને નીચામાં રૂ.74,171 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.425 વધી રૂ.74,568 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.471 વધી રૂ.76,100 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.449 વધી રૂ.76,069 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 12,246 સોદાઓમાં રૂ.1,318.63 કરોડના વેપાર થયા હતા. તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.736.80ના ભાવે ખૂલી, રૂ.7.35 વધી રૂ.742.95 જ્યારે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.1.60 વધી રૂ.203.20 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.10 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3.20 વધી રૂ.221ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની સપ્ટેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.1.50 વધી રૂ.203.30 સીસુ-મિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.3 વધી રૂ.189.10 જસત-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.3.15 વધી રૂ.220.50 બોલાઈ રહ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.9 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 37,085 સોદાઓમાં રૂ.1,462.96 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,916ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,008 અને નીચામાં રૂ.6,910 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.125 વધી રૂ.6,996 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની સપ્ટેમ્બર વાયદો રૂ.123 વધી રૂ.6,987 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.229ના ભાવે ખૂલી, રૂ.2.80 ઘટી રૂ.228.80 અને નેચરલ ગેસ-મિની સપ્ટેમ્બર વાયદો 2.8 ઘટી 229.1 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.32.75 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,220ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,080 અને નીચામાં રૂ.60,220 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.940 વધી રૂ.60,880ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.20.30 ઘટી રૂ.1,009.10 બોલાયો હતો.
કોમોડિટી વાયદામાં રૂ.6,149 કરોડ, ઓપ્શન્સમાં રૂ.20376 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,658.04 કરોડનાં 2,789.453 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,676.66 કરોડનાં 220.591 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.542.18 કરોડનાં 779,360 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.920.78 કરોડનાં 39,747,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.147.31 કરોડનાં 7,226 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.84.13 કરોડનાં 4,461 ટન તાંબાના વાયદાઓમાં રૂ.625.50 કરોડનાં 8,440 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.461.69 કરોડનાં 20,990 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.5.83 કરોડનાં 960 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.26.92 કરોડનાં 264.6 ટનનાં કામકાજ થયાં હતાં.