MCX DAILY REPORT: સોનાના વાયદામાં રૂ.610 અને ચાંદીમાં રૂ.1014નો ઉછાળો
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,731ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,371 અને નીચામાં રૂ.60,693 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.610 વધી રૂ.61,238ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.281 વધી રૂ.48,564 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.52 વધી રૂ.6,059ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.583 વધી રૂ.60,987ના સ્તરે પહોંચ્યો હતો. સોના-ચાંદીમાં 1,89,446 સોદાઓમાં રૂ.12,332.45 કરોડનાં કામકાજ થયાં હતાં.
ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.76,034ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.77,097 અને નીચામાં રૂ.75,841 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.1,014 વધી રૂ.76,927 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,026 વધી રૂ.76,777 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,036 વધી રૂ.76,777 બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે તાંબુ એપ્રિલ વાયદો રૂ.781.50ના ભાવે ખૂલી, રૂ.5.75 વધી રૂ.788.25 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.15 વધી રૂ.208.25 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.3.50 વધી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.208.40 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.20 વધી રૂ.182.85 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.3.40 વધી રૂ.251.10 બંધ થયો હતો. 17,903 સોદાઓમાં રૂ.2,103.36 કરોડના વેપાર થયા હતા.
આંબેડકર જયંતિ નિમિત્તે પ્રથમ સત્રના કામકાજ બંધ રહ્યા હતા
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં આંબેડકર જયંતિ નિમિત્તે જાહેર રજા હોવાથી પ્રથમ સત્રનાં કામકાજ બંધ રહ્યા હતા, જ્યારે બીજા સત્રનાં કામકાજ રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા. ગુરૂવારે મોડી રાત્રે પૂરા થતાં બીજા સત્ર સુધીમાં 10,63,327 સોદાઓમાં કુલ રૂ.89,910.62 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.19,110.35 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 70,748.09 કરોડનો હતો.
ક્રૂડ તેલ રૂ.80 નરમ, બુલડેક્સ વાયદામાં રૂ.52 કરોડનાં કામકાજ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,797ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,830 અને નીચામાં રૂ.6,720 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.80 ઘટી રૂ.6,735 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.76 ઘટી રૂ.6,735 બંધ થયો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.172ના ભાવે ખૂલી, રૂ.7.60 ઘટી રૂ.165.20 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 7.5 ઘટી 165.5 બંધ થયો હતો. MCX પર 1,32,300 સોદાઓમાં રૂ.4,646.07 કરોડનો ધંધો થયો હતો.
કોટન-ખાંડી વાયદામાં રૂ.360નો સુધારોઃ મેન્થા તેલમાં પણ વૃદ્ધિ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.62,700ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,000 અને નીચામાં રૂ.62,600 ના મથાળે અથડાઈ, બંને સત્રનાં અંતે રૂ.360 વધી રૂ.62,980ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.12.70 વધી રૂ.997.10 બોલાયો હતો. MCX ખાતે રૂ.28.47 કરોડનાં કામકાજ થયા હતા.
કોમોડિટી વાયદાઓમાં રૂ.19,110 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 70748.09 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.5,064.85 કરોડનાં 8,302.559 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.7,267.60 કરોડનાં 947.801 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.2,113.37 કરોડનાં 31,17,870 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.2,532.70 કરોડનાં 14,79,84,000 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.325.89 કરોડનાં 15,691 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.161.62 કરોડનાં 8,847 ટન તાંબાના વાયદાઓમાં રૂ.1,019.29 કરોડનાં 12,983 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.596.56 કરોડનાં 23,894 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.20.93 કરોડનાં 3,312 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.7.54 કરોડનાં 75.6 ટનનાં કામકાજ થયાં હતાં.