મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,03,854 સોદાઓમાં કુલ રૂ.23,326.98 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,530.54 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.15,781.04 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 70,043 સોદાઓમાં રૂ.4,740.8 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.60,351ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,625 અને નીચામાં રૂ.60,338ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.164 વધી રૂ.60,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.116 વધી રૂ.48,146 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.25 વધી રૂ.6,025ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.152 વધી રૂ.60,297ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.75,506ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.76,300 અને નીચામાં રૂ.75,472ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.172 વધી રૂ.75,849ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.163 વધી રૂ.75,708 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.150 વધી રૂ.75,695 બોલાઈ રહ્યો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,531 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.15,781 કરોડનું ટર્નઓવર

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 10,516 સોદાઓમાં રૂ.1,358.94 કરોડના વેપાર થયા હતા. તાંબુ એપ્રિલ વાયદો રૂ.797.50ના ભાવે ખૂલી, રૂ.5.65 ઘટી રૂ.783.65 જ્યારે એલ્યુમિનિયમ એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.20 ઘટી રૂ.208.50 તેમ જ સીસું એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.90 ઘટી રૂ.182ના ભાવ થયા હતા. જસત એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.251ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની એપ્રિલ વાયદો 1 કિલોદીઠ રૂ.1.05 ઘટી રૂ.208.75 સીસુ-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1.70 ઘટી રૂ.182.25 જસત-મિની એપ્રિલ વાયદો રૂ.0.85 ઘટી રૂ.251.30 બોલાઈ રહ્યો હતો.

ક્રૂડ તેલ, કોટન-ખાંડીમાં નરમાઈ, નેચરલ ગેસમાં સુધારાનો સંચાર

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 41,426 સોદાઓમાં રૂ.1,410.01 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,760ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,770 અને નીચામાં રૂ.6,708ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.31 ઘટી રૂ.6,736 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની એપ્રિલ વાયદો રૂ.28 ઘટી રૂ.6,736 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.179ના ભાવે ખૂલી, રૂ.5.90 વધી રૂ.178.80 અને નેચરલ ગેસ-મિની એપ્રિલ વાયદો 6.1 વધી 179 બોલાઈ રહ્યો હતો.

મેન્થા તેલ ઢીલુઃ બુલડેક્સ વાયદામાં રૂ.15 કરોડનાં કામકાજ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.20.79 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.1,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1,600 અને નીચામાં રૂ.1,600ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.35 વધી રૂ.1,600 થયો હતો. કોટન ખાંડી એપ્રિલ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.63,200ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,380 અને નીચામાં રૂ.62,860ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.220 ઘટી રૂ.63,000ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.70 ઘટી રૂ.991.40 બોલાયો હતો.