નેચરલ ગેસમાં સુધારોઃ મેન્થા તેલમાં વૃદ્ધિઃ બુલડેક્સ વાયદામાં રૂ.58 કરોડનાં કામકાજ

મુંબઈઃ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 87,386 સોદાઓમાં કુલ રૂ.6,066.93 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.55,620ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,010 અને નીચામાં રૂ.55,620ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.444 વધી રૂ.55,974ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.365 વધી રૂ.44,373 અને ગોલ્ડ-પેટલ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.39 વધી રૂ.5,524ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,600ના ભાવે ખૂલી, રૂ.409 વધી રૂ.55,789ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.70,076ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,784 અને નીચામાં રૂ.70,000ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.774 વધી રૂ.70,691ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.708 વધી રૂ.70,594 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.692 વધી રૂ.70,586 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એલ્યુમિનિયમ જાન્યુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.1 ઘટી રૂ.204 અને જસત જાન્યુઆરી વાયદો રૂ.2.15 ઘટી રૂ.267ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.50 ઘટી રૂ.714.65 તેમ જ સીસું જાન્યુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.90 ઘટી રૂ.189ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં ક્રૂડ તેલ જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,400ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,400 અને નીચામાં રૂ.6,230ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.229 ઘટી રૂ.6,246 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જાન્યુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2.50 વધી રૂ.338.20 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં મેન્થા તેલના વાયદાઓમાં જાન્યુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.16.60 વધી રૂ.1050.10 થયો હતો.