ઇન્ટ્રા-ડે વોચઃ પાવરગ્રીડ, અદાણી ગ્રૂપ શેર્સ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, એસબીઆઇ, ટાટા પાવર, સિગ્નિટી ટેકનો., લોરસ લેબ, આઇસીઆઇસીઆઇ બેન્ક, લાર્સન

અમદાવાદ, 5 ડિસેમ્બરઃ ત્રણ રાજ્યોમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ- મોદી સરકાર કેન્દ્રની ચૂંટણીઓમાં પણ 2024માં ફરી ચૂંટાશે તેવા આશાવાદ સાથે સોમવારે BSE SENSEX 1384 પોઇન્ટના ઉછાળા સાથે 68865 પોઇન્ટ અને NIFTY 419 પોઇન્ટના ઉછાળા સાથે 20687 પોઇન્ટની સર્વોચ્ચ સપાટીએ આંબી ગયા હતા. શેરબજારોમાં સુધારાનું એકમાત્ર ચૂંટણી પરીણામો જ નથી. અન્ય મુખ્ય કારણો જેમ કે, દેશના માઇક્રો અને મેક્રો ઇકોનોમિક ડેટા મજબૂત બન્યા છે. વિદેશી રોકાણકારોની ધીમી ખરીદી પણ શરૂ થઇ છે. ક્રૂડ અને કરન્સી મામલે પણ ભારત ધીરે ધીરે મજબૂત બની રહ્યો છે. આ ઉપરાંત ઇ.પી.એસ. સાથે સંકળાયેલા સંખ્યાબંધ કારણો હાજરી ધરાવે છે કે જેઓ સેન્સેક્સને 75000 હજાર અને નિફ્ટીને 22000 પોઇન્ટની નવી ઊંચાઇઓ સુધી લઇ શકે છે. સામાન્ય રોકાણકારોએ મનમાંથી એક ગ્રંથિ કાઢી નાંખવાની રહેશે કે, શેરબજારો સતત વધતાં રહીને ઉપરોક્ત જાદૂઇ સપાટીએ આંબી જશે. બીજી માનસિકતા એ દૂર કરવાની રહેશે કે સેન્સેક્સ- નિફ્ટી ઓલટાઇમ હાઇ કે ઓલટાઇમ લો થાય તેની સાથે સાથે તમારા પોર્ટફોલિયોમાં રહેલા શેર્સ પણ ફોલો થયા કરે તે જરૂરી નથી હોતું માટે પોર્ટફોલિયો સતત રિસફલ કરતાં રહેવાની સલાહ નિષ્ણાતો આપી રહ્યા છે.

ખેર આજના ઇન્ટ્રા-ડે ટ્રેડ વિશે ટેકનિકલ એનાલિસિસ જોઇએ તો નિફ્ટી માટે સપોર્ટ 20562- 20438 અને રેઝિસ્ટન્સ 20757- 20827 પોઇન્ટની સપાટીઓ રહેશે. નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર હાયર બોટમ હાયર ટોપ્સની રચના કરી છે. જેમાં આગળના સુધારા માટે હવે 20800 ક્રોસ થવી જરૂરી રહેશે.

બેન્ક નિફ્ટી એ તેની 100 દિવસની એવરેજ 44500 ક્રોસ કરી લીધી છે. આ લેવલને હવે સપોર્ટ લેવલ તરીકે ધ્યાનમાં રાખી ટ્રેડિંગ સ્ટ્રેટેજી ગોઠવવાની સલાહ રિલાયન્સ સિક્યુરિટીઝના ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટમાં અપાઇ રહી છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)