MCX: સોનાના વાયદામાં રૂ.318 અને ચાંદીમાં રૂ.1875નો ઘટાડો
મુંબઈ, 30 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.38,161.75 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.14,358.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 23797.22 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું જૂન વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,132ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,132 અને નીચામાં રૂ.71,660 ના મથાળે અથડાઈ, રૂ.318 ઘટી રૂ.71,875ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.452 ઘટી રૂ.58,626 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.51 ઘટી રૂ.7,087ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જૂન વાયદો 10 ગ્રામદીઠ રૂ.262 ઘટી રૂ.71,731ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.5.84 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.95,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.95,896 અને નીચામાં રૂ.93,700 ના મથાળે અથડાઈ, રૂ.1,875 ઘટી રૂ.94,287 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,802 ઘટી રૂ.94,182 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.1,807 ઘટી રૂ.94,175 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ મે વાયદો રૂ.891.90ના ભાવે ખૂલી, રૂ.24.40 ઘટી રૂ.873.30 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.249.80 તેમ જ સીસું જૂન કોન્ટ્રેક્ટ રૂ.2.95 ઘટી રૂ.192ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.4.80 ઘટી રૂ.270ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.6.40 ઘટી રૂ.243 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.2.65 ઘટી રૂ.191.45 જસત-મિની મે વાયદો રૂ.5.50 ઘટી રૂ.271.20 બોલાઈ રહ્યો હતો.]
ક્રૂડ તેલમાં રૂ.39 નરમાઈ, મેન્થા તેલ સુધર્યુ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જૂન વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,613ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,621 અને નીચામાં રૂ.6,573 ના મથાળે અથડાઈ, રૂ.39 ઘટી રૂ.6,585 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જૂન વાયદો રૂ.36 ઘટી રૂ.6,588 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જૂન વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.222ના ભાવે ખૂલી, રૂ.1.10 ઘટી રૂ.222 અને નેચરલ ગેસ-મિની જૂન વાયદો 1.4 ઘટી 221.9 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસ, કોટન-ખાંડીના વાયદામાં ઢીલાશ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX કોટન ખાંડી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.58,340ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,360 અને નીચામાં રૂ.58,200 ના મથાળે અથડાઈ, રૂ.200 ઘટી રૂ.58,340ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જૂન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.8.80 વધી રૂ.921 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.14,359 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 23,797 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.4,254.84 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.6,471.40 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.279.55 કરોડનાં 9,416 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.704.10 કરોડનાં 36,265 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.361.74 કરોડનાં 5,526 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.51.37 કરોડનાં 958 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.1,652.29 કરોડનાં 7,464 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.548.93 કરોડનાં 7,132 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.52 કરોડનાં 9 લોટ મેન્થા તેલ વાયદામાં રૂ.3.14 કરોડનાં 95 લોટનાં કામકાજ થયાં હતાં.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, MCX પર બુલડેક્સ વાયદામાં રૂ.5.84 કરોડનાં 62 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 391 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ જૂન વાયદો 18,897 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 18,917 અને નીચામાં 18,777 બોલાઈ, 140 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 125 પોઈન્ટ ઘટી 18,878 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)