મુંબઈ, 13 ડિસેમ્બરઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.61,540.05 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,266.44 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.54,269.56 કરોડનો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.61,196ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,274 અને નીચામાં રૂ.61,001ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.67 વધી રૂ.61,248ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે સોનાનો એપ્રિલ વાયદો રૂ.61,528 ખૂલી, ઉપરમાં રૂ.61,665 અને નીચામાં રૂ.61,409 બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.82 વધી રૂ.61,654ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.7 ઘટી રૂ.49,543 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.1 સુધરી રૂ.6,043ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.44 વધી રૂ.61,028ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.71,745ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.71,800 અને નીચામાં રૂ.71,431ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.124 ઘટી રૂ.71,738ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ચાંદીનો મે વાયદો રૂ.189 ઘટી રૂ.72,822 બોલાઈ રહ્યો  હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.152 ઘટી રૂ.71,838 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.179 ઘટી રૂ.71,831 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડીના વાયદાઓમાં મિશ્ર વલણ

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે તાંબુ ડિસેમ્બર વાયદો રૂ.713.80ના ભાવે ખૂલી, રૂ.2.20 ઘટી રૂ.712.80, જ્યારે એલ્યુમિનિયમ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.195.30 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.183.40ના ભાવ થયા હતા. જસત ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.10 ઘટી રૂ.218.20ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 સુધરી રૂ.195.40, સીસુ-મિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.183.60, જસત-મિની ડિસેમ્બર વાયદો રૂ.0.10 ઘટી રૂ.218.20 થયો હતો.

ક્રૂડ તેલમાં રૂ.30નો સુધારો, નેચરલ ગેસ ઢીલું

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,729ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,757 અને નીચામાં રૂ.5,658ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.30 વધી રૂ.5,747 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ડિસેમ્બર વાયદો રૂ.24 વધી રૂ.5,747 થયો હતો. નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.193ના ભાવે ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.3.80 ઘટી રૂ.192.20 અને નેચરલ ગેસ-મિની ડિસેમ્બર વાયદો રૂ.4 ઘટી રૂ.192.20 થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે કોટન ખાંડી જાન્યુઆરી વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,600ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,760 અને નીચામાં રૂ.56,560ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.40 સુધરી રૂ.56,760ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે કોટન-ખાંડીનો માર્ચ વાયદો રૂ.220 ઘટી રૂ.57,980ના ભાવ બોલાતા હતા. મેન્થા તેલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.70 વધી રૂ.948.60 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.7,266 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.54,269 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોનાના વાયદાઓમાં રૂ.1,484.08 કરોડનાં 2,427 લોટ્સ, ગોલ્ડ-ગિનીમાં રૂ.3.95 કરોડનાં 796 લોટ્સ, ગોલ્ડ-પેટલમાં રૂ.3.84 કરોડનાં 6,351 લોટ્સ, સોનું-મિનીમાં રૂ.380.40 કરોડનાં 6,240 લોટ્સ અને ચાદીના વાયદાઓમાં રૂ.1,423.93 કરોડનાં 6,623 લોટ્સ, ચાંદી-મિનીમાં રૂ.663.89 કરોડનાં 18,461 લોટ્સ અને ચાંદી-માઈક્રોમાં રૂ.518.44 કરોડનાં 72,215 લોટ્સના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.953.44 કરોડનાં 16,640 લોટ્સ અને ક્રૂડ તેલ-મિનીમાં રૂ.159.11 કરોડનાં 27,714 લોટ્સ તથા નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.992.39 કરોડનાં 41,725 લોટ્સ અને નેચરલ ગેસ-મિનીમાં રૂ.86.95 કરોડનાં 18,346 લોટ્સનાં કામ થયાં હતાં. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.74 કરોડનાં 10 લોટ્સ અને મેન્થા તેલના વાયદાઓમાં રૂ.17.43 કરોડનાં 506 લોટ્સનાં કામકાજ થયાં હતાં.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)