MCX: સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદામાં સાંકડી વધઘટ
મુંબઈ, 4 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે આ લખાઈ રહ્યું છે ત્યારે રૂ.4,988.95 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,392.51 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.3595.32 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.72,412ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.72,485 અને નીચામાં રૂ.72,407ના મથાળે અથડાઈ, રૂ.27 વધી રૂ.72,430ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1 ઘટી રૂ.58,522 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.7 વધી રૂ.7,159ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50 વધી રૂ.72,210ના સ્તરે પહોંચ્યો હતો.
બુલડેક્સ વાયદામાં રૂ.1.12 કરોડનાં કામકાજ
ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.89,855ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.89,920 અને નીચામાં રૂ.89,855ના મથાળે અથડાઈ, રૂ.24 વધી રૂ.89,918ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.87 ઘટી રૂ.91,859 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.91 ઘટી રૂ.91,857 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓમાં એકંદરે સુધારો
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX તાંબુ જુલાઈ વાયદો રૂ.861.65ના ભાવે ખૂલી, રૂ.0.75 વધી રૂ.864.05 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.55 વધી રૂ.233.95 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.189ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.1.20 વધી રૂ.274ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.35 વધી રૂ.235.05 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.189.65 જસત-મિની જુલાઈ વાયદો રૂ.1.15 વધી રૂ.273.80 બોલાઈ રહ્યો હતો.
મેન્થા તેલના વાયદામાં નરમાઈનો માહોલ
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.6,954ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,968 અને નીચામાં રૂ.6,954ના મથાળે અથડાઈ, રૂ.13 વધી રૂ.6,964 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.13 વધી રૂ.6,963 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.204ના ભાવે ખૂલી, રૂ.0.80 વધી રૂ.204.30 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 0.9 વધી 204.6 બોલાઈ રહ્યો હતો.
નેચરલ ગેસમાં વૃદ્ધિ
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.20 ઘટી રૂ.955.50 બોલાયો હતો.
કોમોડિટી વાયદાઓમાં રૂ.1,393 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.3,595 કરોડનું ટર્નઓવર
કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.368.26 કરોડનાં અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.661.84 કરોડનાં વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.37.12 કરોડનાં 1,167 લોટ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.98.76 કરોડનાં 5,979 લોટ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.9.39 કરોડનાં 205 લોટ સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.5.35 કરોડનાં 94 લોટ તાંબાના વાયદાઓમાં રૂ.144.82 કરોડનાં 671 લોટ અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.65.49 કરોડનાં 971 લોટના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં મેન્થા તેલ વાયદામાં રૂ.1.48 કરોડનાં 43 લોટનાં કામકાજ થયાં હતાં.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)