MCX WEEKLY MARKET REVIEW AT A GLANCE
મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.57,799ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.57,900 અને નીચામાં રૂ.56,544ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.843 ઘટી રૂ.56,852ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.244 ઘટી રૂ.45,785 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.71 ઘટી રૂ.5,594ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.57,636ના ભાવે ખૂલી, રૂ.693 ઘટી રૂ.56,797ના સ્તરે પહોંચ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.70,116ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.70,557 અને નીચામાં રૂ.66,780ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.3174 ઘટી રૂ.67,030ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,889 ઘટી રૂ.67,234 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.2,870 ઘટી રૂ.67,238 બંધ થયો હતો. કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,41,824 સોદાઓમાં કુલ રૂ.63,742.73 કરોડનાં કામકાજ થયાં હતાં.
ક્રૂડ તેલના વાયદામાં રૂ.105ની તેજીઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલ
વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 3 થી 9 ફેબ્રુઆરીના સપ્તાહ દરમિયાન 46,57,169 સોદાઓમાં કુલ રૂ.3,69,570.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,06,328.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,62,884.23 કરોડનો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.6.10 ઘટી રૂ.219.10 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.16.60 ઘટી રૂ.278ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.775.90 તેમ જ સીસું ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.0.35 ઘટી રૂ.185ના ભાવ થયા હતા. 96,865 સોદાઓમાં રૂ.16,646.21 કરોડના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન ક્રૂડ તેલ ફેબ્રુઆરી વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,259ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,508 અને નીચામાં રૂ.6,007ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.105 વધી રૂ.6,422 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ફેબ્રુઆરી વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.3.30 ઘટી રૂ.208.10 બંધ થયો હતો. 5,19,513 સોદાઓમાં કુલ રૂ.25,913.30 કરોડનો ધંધો થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે મેન્થા તેલના વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.24.10 ઘટી રૂ.1001.70 થયો હતો. 589 સોદાઓમાં રૂ.26.34 કરોડનાં કામકાજ થયા હતા.