મુંબઈ, 6 મેઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,853ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.61,845ના લાઈફટાઈમ હાઈને સ્પર્શ્યો હતો, જ્યારે નીચામાં રૂ.59,625ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,592ના ઉછાળા સાથે રૂ.61,493ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,194 વધી રૂ.49,159 અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.156 વધી રૂ.6,161ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.1,770 ઊછળી રૂ.61,683ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.74,108ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.77,150 અને નીચામાં રૂ.73,320ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.2,970ની તેજી સાથે રૂ.76,929ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,653ની વૃદ્ધિ સાથે રૂ.77,810 અને ચાંદી-માઈક્રો જૂન કોન્ટ્રેક્ટ રૂ.2,652ની વૃદ્ધિ સાથે રૂ.77,803 બંધ થયો હતો.

વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 28 એપ્રિલથી 4 મે સુધીના સપ્તાહ દરમિયાન 50,60,202 સોદાઓમાં કુલ રૂ.3,64,899.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.1,09,103.30 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.2,55,486.36 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 10,43,347 સોદાઓમાં રૂ.69,197.77 કરોડનાં કામકાજ થયાં હતાં.

એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.206.75

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન તાંબુ મે વાયદો રૂ.743.85ના ભાવે ખૂલી, રૂ.3.65 ઘટી રૂ.738.55 જ્યારે એલ્યુમિનિયમ મે કોન્ટ્રેક્ટ રૂ.0.25 વધી રૂ.206.60 તેમ જ સીસું મે કોન્ટ્રેક્ટ રૂ.0.80 વધી રૂ.183ના ભાવ થયા હતા. જસત મે કોન્ટ્રેક્ટ રૂ.1.25 ઘટી રૂ.235ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની મે વાયદો 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.206.75 સીસુ-મિની મે કોન્ટ્રેક્ટ રૂ.0.85 વધી રૂ.183.40 જસત-મિની મે વાયદો રૂ.1.35 ઘટી રૂ.235.15 બંધ થયો હતો. એમસીએક્સ ખાતે 92,994 સોદાઓમાં રૂ.10,757.16 કરોડના વેપાર થયા હતા.

નેચરલ ગેસ, મેન્થા તેલમાં ઢીલાશ, બુલડેક્સ વાયદામાં રૂ.310 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર ક્રૂડ તેલ મે વાયદો સપ્તાહના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,083ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,301 અને નીચામાં રૂ.5,545ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.451 ઘટી રૂ.5,689 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની મે વાયદો રૂ.448 ઘટી રૂ.5,693 બંધ થયો હતો. નેચરલ ગેસ મે વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.194ના ભાવે ખૂલી, રૂ.20.20 ઘટી રૂ.174.20 અને નેચરલ ગેસ-મિની મે વાયદો 20.2 ઘટી 174.4 બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન 7,91,526 સોદાઓમાં રૂ.29,093.29 કરોડનો ધંધો થયો હતો.

ચાંદીના વાયદામાં રૂ.2,970ની તેજી, ક્રૂડ તેલ રૂ.451 લપસ્યુ, કોટન-ખાંડીમાં રૂ.220ની વૃદ્ધિ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ ખાતે કોટન ખાંડી જૂન વાયદો સપ્તાહના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.62,980ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,160 અને નીચામાં રૂ.62,700ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.220 વધી રૂ.63,080ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ મે કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.40 ઘટી રૂ.967.40 બોલાયો હતો. રૂ.55.08 કરોડનાં કામકાજ થયા હતા.

કોમોડિટી વાયદાઓમાં રૂ.1,09,103 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.2,55,486 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.24,990.97 કરોડનાં 41,262.819 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.44,206.80 કરોડનાં 5,807.412 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.14,032.42 કરોડનાં 23,749,040 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.15,060.87 કરોડનાં 797,103,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.1,526.78 કરોડનાં 73,061 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.319.08 કરોડનાં 17,360 ટન તાંબાના વાયદાઓમાં રૂ.6,181.88 કરોડનાં 83,128 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.2,729.42 કરોડનાં 115,833 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.51.16 કરોડનાં 8,160 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.92 કરોડનાં 40.32 ટનનાં કામકાજ થયાં હતાં.