મેઘમણિ ફાઇનકેમનો વાર્ષિક નફો 40 ટકા વધી ₹ 353 કરોડ, રૂ. 2.50 ડિવિડન્ડ
અમદાવાદ, 25 એપ્રિલ: સંકલિત રસાયણ ઉત્પાદક મેઘમણિ ફાઇનકેમ લિમિટેડ (MFL)એ 31 માર્ચ, 2023ના રોજ પૂર્ણ થયેલા નાણાકીય વર્ષ 2022-23 માટે કરવેરાની ચુકવણી પછીનો નફો કે ચોખ્ખો નફો (પીએટી) 40 ટકા વધીને ₹ 353 કરોડ (₹ 253 કરોડ) નોંધાવ્યો હતો. આવક 41 ટકા વધીને ₹ 2,188 કરોડ (₹ 1,551 કરોડ) હતી.
મુખ્ય નાણાકીય કામગીરીઓઃ વાર્ષિક ધોરણે સરખામણી
વિગત | Q4- 2022-23 | Q4- 2021-22 | વૃદ્ધિ | વર્ષ 22-23 | વર્ષ 21-22 | વૃદ્ધિ |
આવક | 562 | 499 | 13% | 2,188 | 1,551 | 41% |
EBITDA | 155 | 175 | -12% | 689 | 509 | 35% |
ચોખ્ખો નફો | 77 | 99 | -22% | 353 | 253 | 40% |
(આંકડા ₹ કરોડમાં)
આ પરિણામો પર MFLના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મૌલિક પટેલે કહ્યું કે નાણાકીય વર્ષ 2022-23માં વ્યવસાય મોટી ચડઉતરમાંથી પસાર થયો હતો તેમ છતાં ઊંચી મૂલ્ય ધરાવતા નવા ઉત્પાદનોમાં વિવિધતા લાવવાની અને કામગીરીનું વિસ્તરણ કરવાની વ્યૂહરચના જાળવી રાખી હોવાથી વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 15 ટકાની અને ત્રિમાસિક ધોરણે 13 ટકાની વૃદ્ધિ થઈ હતી. ડેરિવેટિવ્સ અને સ્પેશિયાલ્ટી કેમિકલ સેગમેન્ટમાંથી આવકનું પ્રદાન નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ત્રિમાસિક ગાળામાં અમારી આવકમાં 38 ટકાને આંબી ગયું હતું.
નાણાકીય વર્ષ 2022-23માં અમારી શરૂ થયેલી નવી વિસ્તરણ કામગીરીઓએ નાણાકીય વર્ષ 2022-23માં આંશિક પ્રદાન કર્યું હતું. જોકે આ શરૂ થયેલા વિવિધ પ્લાન્ટમાંથી ચાલુ નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2023-24)માં વોલ્યુમમાં નોંધપાત્ર વૃદ્ધિ થવાની અપેક્ષા છે. વળી નાણાકીય વર્ષ 2023-24માં અમે જે વિસ્તરણ કામગીરીઓ કરી રહ્યાં છીએ તે નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિને વેગ આપશે.