• વ્યવસાય સાથે વ્યક્તિગત જીવનનું સંતુલન કર્મચારીઓની સર્વોચ્ચ અગ્રતા
  • વૃદ્ધિ માટે સમાન તક બીજા ક્રમે, પગાર અને લાભો કરતા પણ મહત્ત્વ, મહિલાઓ માટે વધારે મહત્ત્વનું
  • લગભગ 50 ટકા ભારતીય કર્મચારીઓ પોતાની જાતને લઘુમતીમાં ગણે છે. તેમાં  લિંગ, જાતિય પસંદગી, વંશીય બાબતો-રાષ્ટ્રિયતા, ધર્મ, અપંગતા કે પછી અન્ય બાબાતોનો સમાવેશ થાય છે. બીજા વર્ગ કરતા આ વલણ જેન ઝીમાં વધારે જોવા મળે છે.
  • વધતા ખર્ચ સામે નીચા પગારના કારણે 34 ટકા કર્મચારીઓને નોકરી છોડી. માત્ર 29 ટકાને ફુગાવાને સરભર કરતું વળતર મળ્યું. લગભગ 40 ટકાને મળેલું વળતર ફુગાવાનુ આંશિક હતું.

બેંગાલુરુ, ઇન્ડિયા, 8 ઓગસ્ટ: માઇક્રોસોફ્ટ એ કર્મચારીઓ માટે ભારતની સૌથી આકર્ષક કંપની હોવાનું રેન્સ્ટેડ એમ્પ્લોયર બ્રાન્ડ રિસર્ચ (આરઇબીઆર) 2024ના અભ્યાસમાં બહાર આવ્યું છે. રેન્સ્ટેડ ઇન્ડિયા એ ભારતની અગ્રણી ટેલેન્ટ કંપની છે.

માઇક્રોસોફ્ટે નાણાકીય સદ્ધરતા, ઊંચી આબરુ, અને કારકિર્દીમાં આગળ વધવાની તકમાં પ્રથમ ક્રમે રહી હતી. એમપ્લોઇ વેલ્યુ પ્રોપોઝિશનના (ઇવીપી)ના આ ટોચના ત્રણ પરિબળો હોવાનું સરવેમાં બહાર આવ્યું છે. તેના કારણે માઇક્રોસોફ્ટે ટોચનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ વર્ષે ટીસીએસે કામગીરી સુધારીને બીજો ક્રમ, જ્યારે એમેઝોને ત્રીજો ક્રમ પ્રાપ્ત કર્યો હતો.

ભારતમાં આ તેનો 14મો અહેવાલ છે.

કામકાજ અને વ્યક્તિગત જીવન વચ્ચેનું સંતુલન, સમાન તક અને આકર્ષક પગાર અને લાભોભારતીય કર્મચારીઓના કંપનીની પસંદગી માટેના ટોચના પરિબળો છે. પાછલા વર્ષોમાં કામકાજ અને વ્યક્તિગત જીવન વચ્ચેના સંતુલનનું મહત્ત્વ સહેજ વધ્યું છે. આ વર્ષે જ જેનો સમાવેશ કરવામાં આવ્યું તે સમાન તક બીજા ક્રમે રહ્યું છે. કર્મચારીઓ પગાર અને ભથ્થા કરતા પણ તેને વધારે મહત્ત્વ આપે છે.

75 ટકા કરતા વધારે ભારતીય કર્મચારીઓ માને છે કે તેમની કંપનીએ તમામ પરિબળો પર તેમની જરૂરિયાતો પૂરી કરી છે. તમામ વયજૂથ તેમજ વિસ્તારોને આ લાગુ પડે છે. જોકે, ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતા કર્મચારીઓએ તેમની કંપનીઓને વિવિધ પરિબળોમાં નોંધપાત્રપણે ઊંચો ક્રમ આપ્યો છે. સમાજ માટેની પ્રતિબદ્ધતા માટે 77 ટકા છોડીને બાકીના તમામ મોરચે કંપનીઓને 80 ટકા કર્મચારીઓએ કંપનીઓને ઊંચું રેટિંગ આપ્યું છે.

વર્ષ 2024 માટેની નોકરી કરવા માટેની સૌથી આકર્ષક કંપનીઓ

  1. માઇક્રોસોફ્ટ
  2. ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ
  3. એમેઝોન
  4. ટાટા પાવર કંપની
  5. ટાટા મોટર્સ
  6. સેમસંગ ઇન્ડિયા
  7. ઇન્ફોસીસ
  8. લાર્સન એન્ડ ડુબ્રો
  9. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ
  10. મર્સિડિઝ-બેન્ઝ

આરઇબીઆર 2024ની મુખ્ય બાબતો રજૂ કરતા રેન્સ્ટેડ ઇન્ડિયાના એમડી અને સીઇઓ વિસ્વનાથ પીએસે જણાવ્યું હતું કે, “ધ રેન્સ્ટેડ એમપ્લોયર બ્રાન્ડ રિસર્ય (આરઇબીઆર)નો અહેવાલ ચાલુ વર્ષના તારણો દર્શાવે છે કે કર્મચારીઓની અપેક્ષા બદલાઈ રહી છે. હવે તેઓ વર્કલાઇફ બેલેન્સ, સમાન તકને પ્રાધાન્ય આપતા હોવાથી કંપનીઓ કુશળ કર્મચારીઓ પ્રાપ્ત કરવા અને તેમને ટકાવી રાખવા માટેની રણનીતિ પર પુર્નવિચાર કરવો પડશે. કર્મચારીઓને હવે માત્ર નોકરી ઉપરાંત કંઈ ઉપયોગી કરવાની તકને પણ મહત્ત્વ આપે છે. કેવી કંપનીમા કામ કરવું છે તે બાબતે કર્મચારીઓ વધારે જાગૃત થવાથી કંપનીઓ તેમની અગ્રતાઓ અને ભાવનાઓને સમજવી પડશે.

આ વર્ષે એ પણ ધ્યાને આવ્યું છે કે અગાઉના વર્ષ કરતા નોકરી બદલવાની વૃત્તિમાં સ્થિરતા આવી છેજોકે, કંપનીઓએ કુશળ કર્મચારીઓને જાળવી રાખવા સર્વગ્રાહી પેકેજ આપવાની જરૂર છે. તેમાં વર્કલાઇફ બેલેન્સ, કારકિર્દીમાં વૃદ્ધની પૂરતી તક, કામ માટેનું અનુકૂળ અને લવચિક વાતાવરણ જેવા પરિબળોનો સમાવેશ થાય છેરાજી થવાની વાત છે કે મોટા ભાગના કર્મચારીઓને કંપનીઓએ ફુગાવાને સરભર કરતો પગારવધારો આપ્યો છે. એવું પણ તારણ નિકળ્યું છે કે કંપનીઓમાં એઆઇનો ઉપયોગ કરવા કર્મચારીઓ તૈયાર છે. આ કારણે કંપનીઓએ કર્મચારીઓને નવી ટેક્નોલોજીસમાં તાલીમ આપવા માટેની દલીલ મજબૂત બની છે

એકંદરે કુશળ કર્મચારીઓની અછતના કારણે તેમને આકર્ષવા માટેની સ્પર્ધા ભવિષ્યમાં ચાલુ રહેશે. કર્મચારીઓ કઈ બાબતોને અગ્રતા આપે છે તે સમજીને કંપનીઓ કર્મચારીઓની અછતની સ્થિતિમાં સ્પર્ધાત્મક રહે તેમ છે.

નાણા સિવાયના પરિબળોનું ઓફિસમાં મહત્ત્વઃ

1940ના મધ્યથી 1960ના મધ્ય સુધી જન્મ્યા હોય તે વા બેબી બૂમર જનરેશન ઉચ્ચ શિક્ષણ ધરાવતા કર્મચારીઓ માટે પગાર અને ભથ્થાં ખૂબ મહત્ત્વનાં હતાં. સમાન તક અને વર્કલાઇફ બેલેન્સ જેવા પરિબળો પણ તેમના માટે એકંદરે મહત્ત્વના હતા.

નોકરી બદલવાની વૃત્તિઃ

નોકરી બદલવાની વૃત્તિ ભારતમાં પાછલા બે વર્ષ દરમિયાન જોવા મળી હતી, તેમાં હવે સ્થિરતા આવી રહી છે. મિલેનિયલ્સમાં આ વૃત્તિ સૌથી વધારે જોવા મળી છે. આ વર્ગના 33 ટકા કર્મચારીઓએ પાછલા 6 મહિનામાં નોકરી બદલી છે, જ્યારે 47 ટકા આગામી 6 મહિનામાં નોકરી બદલના માંગે છે.

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસરઃ

સરવેમાં ભાગ લેતા લગભગ 50 ટકા કર્મચારીઓ રોજ અથવા નિયમિતપણે એઆઇનો ઉપયોગ કરે છે. 60 ટકા સાથે જેન ઝી વર્ગ આ મોરચે ટોચ પર છે. 88 ટકા કર્મચારીઓને લાગે છે કે આગામી પાંચ વર્ષમાં એઆઇની તેમની નોકરી પર અસર થશે. જોકે, માત્ર 8 ટકાને લાગે છે કે તેનાથી તેમને નુક્શાન થશે. જેન ઝીના 12 ટકા લોકોને લાગે છે કે એઆઇની અસર નકારાત્મક રહેશે.

ઓફિસમાં સમાન તકઃ

લગભગ 50 ટકા ભારતીય કર્મચારીઓ પોતાને લઘુમતીમાં માને છે. 73 ટકા માને છે કે તેમના વર્ગના કારણે કારકિર્દીને વધારવામાં અડચણ આવે છે.

રિમોટ વર્કિંગના વલણોઃ

વર્ષ 2021માં કોવિડ-19 દરમિયાન હતું તેના કરતા અત્યાર રિમોટ વર્કિંગનું પ્રમાણ ખાસ્સું ઓછું છે. આમ છતાં મોટા ભગના લોકો ઘરેથી કામ કરે છે. 61 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે તેઓ કોઈ રીતે રિમોટલી કામ કરી રહ્યા છે, 40 ટકા લોકો આંશિક રીતે અને 21 ટકા માત્ર રિમોટલી કામ કરી રહ્યાં છે. ઓફિસમાં પૂર્ણ સમય આપતી મહિલાઓનું પ્રમાણ 23 ટકા છે જે પુરુષોના 18 ટકા પ્રમાણ કરતા વધારે છે..

2024 માટે ભારતના સૌથી આકર્ષક ક્ષેત્રોઃ

દરેક ક્ષેત્રો સરખી ગતિએ વધારે આકર્ષક થઈ રહ્યાં છે. 2024માં 77 ટકા સાથે ઓટોમોટિવ સેક્ટર સૌથી લોકપ્રિય રહ્યું હતું, તે પછી આઇટી, સંચાર, ટેલિકોમ અને આઇટીઇએસ (76 ટકા), એફએમસીજ, ડ્યુરેબલ્સ, રિટેલ, કોમર્સ (75 ટકા) તેમજ બીએફએસઆઇ અને કન્સલ્ટિંગમાં આ પ્રમાણ 74 ટકા રહ્યું હતું.

આરઇબીઆર 2024ના અન્ય મુખ્ય તારણો:

અહેવાલ મુજબ 38 ટકા કર્મચારીઓ કંપનીમાં કારકિર્દીમાં વૃદ્ધિ જોતા ન હોવાના કારણે કંપની છોડી હતી, જ્યારે વધતા ખર્ચ સામે કંપની અપૂરતું વળતર આપતી હોવાથી 34 ટકા કર્મચારીઓએ નોકરી છોડી હતી. ઓફિસમાં કામગીરી માટે અપૂરતા વિકલ્પો હોવાના કારણે 30 ટકાએ નોકરી છોડી હતી.

25 ટકા કર્મચારીઓએ જણાવ્યું હતું કે કર્મચારીઓમાં વૈવિધ્ય અને સમાવેશિતાના પોતાના ખયાલ સાથે કંપનીની કાર્યપદ્ધતિનો મેળ ન ખાય તો તેઓ નોકરી છોડી શકે છે.