અમદાવાદ, 16 ફેબ્રુઆરીઃ ગ્લોબલ બ્રોકરેજ ફ્રમ મોર્ગન સ્ટેનલીએ એચડીએફસી બેન્કના શેર પર ‘ઓવરવેઇટ’ રેટિંગ આપ્યા બાદ HDFC બેન્કનો શેર 16 ફેબ્રુઆરીના રોજ લગભગ 1 ટકા વધીને રૂ. 1,424 થયો હતો. મોર્ગન સ્ટેનલીએ શેર રૂ. 2110ના ટાર્ગેટ પ્રાઈસ આપી છે. જે છેલ્લા બંધ સામે 50 ટકા વૃદ્ધિની સંભાવના દર્શાવે છે.

31 ડિસેમ્બર, 2023 સુધી મર્જર પછી તેના હોમ લોન બિઝનેસમાં વાર્ષિક ધોરણે ડબલ ડિજિટ ગ્રોથ નોંધાવાની શક્યતાઓ વ્યક્ત કરતાં બુલિશ કોલ આપ્યો છે. Q3FY24 પરિણામો બાદ ભારતના સૌથી મોટા ખાનગી ધિરાણકર્તાનો સ્ટોક 15 ટકા ઘટ્યો હતો. રોકાણકારો તેના ત્રિમાસિક માર્જિન સ્ટ્રેઇન, શેર દીઠ કમાણી (EPS)માં દાયકાનો સૌથી મોટો ઘટાડો અને ધીમી થાપણોથી નિરાશ થયા હતા.

જો કે, 15 ફેબ્રુઆરીના મેનેજમેન્ટે જણાવ્યું હતું કે HDFC બેન્કે ડિસેમ્બર 2023 સુધીમાં 3.6 ટકા ક્રમિક વૃદ્ધિ નોંધાવી હતી અને મર્જર પછી, વધારાના વિતરણ માટે બચત ખાતાઓ 35 ટકાથી વધીને 80 ટકા થઈ ગયા છે. ઇન્ક્રીમેન્ટલ ડિસ્બર્સલ પર બેન્કનો માર્કેટ શેર 18-20 ટકા વધ્યો છે.

એચડીએફસી બેન્ક મેનેજમેન્ટે જણાવ્યું હતું કે, HDFC બેન્કની મૂળભૂત વ્યૂહરચનાનો ટર્નઅરાઉન્ડ પિરિયડ સાથે સુધારવાની છે. મર્જર પછીનો ટર્નઅરાઉન્ડ પિરિયડ લગભગ એક તૃતીયાંશ થયો છે. ગ્રાહકો સાથે વ્યક્તિગત રીતે કનેક્ટ થવાની HDFC તાકાત ઉપરાંત, સેલિંગ ટર્નઓવર અને ક્રોસ-સેલિંગ બંનેના સંદર્ભમાં સંભવિત ગેમ-ચેન્જર બનશે.

મોર્ગન સ્ટેનલીના વિશ્લેષકોએ તેનો બુલિશ કોલ શેર કર્યો હતો અને જણાવ્યું હતું કે ઝડપી બજાર હિસ્સાના લાભો આગામી ક્વાર્ટરમાં CASA ક્રોસ-સેલિંગમાં સુધારો કરશે. “કંપનીએ મર્જર પછી હોમ લોન બિઝનેસ પર વિગતો આપી હતી. ઊંચા બજાર હિસ્સાના લાભો વચ્ચે ટર્નઅરાઉન્ડ ટાઈમમાં સુધારો થયો છે.”

વધુમાં, ધિરાણકર્તા એપ્રિલમાં હોમ સેવર પ્રોડક્ટ અને આગામી મહિનામાં હોમ રિફર્બિશમેન્ટ લોન લોન્ચ કરવાની યોજના ધરાવે છે. આ બે પ્રોડક્ટ્સ ઘર ખરીદનારાઓ માટે આકર્ષક ઑફર્સનો આધાર મજબૂત કરશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)