Multibagger stocks:આ પાંચ રેલવે કંપનીઓના શેરોએ આ વર્ષે 150 ટકાથી વધુ રિટર્ન આપ્યું
અમદાવાદ, 28 ડિસેમ્બરઃ નિફ્ટી50 અને સેન્સેક્સ આજે નવી સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. 1 વાગ્યા સુધીમાં સેન્સેક્સ 325 પોઈન્ટ અને નિફ્ટી 101 પોઈન્ટના ઉછાળે ટ્રેડ થઈ રહ્યો છે. આવતીકાલે ચાલુ કેલેન્ડર વર્ષનો અંતિમ ટ્રેડિંગ સેશન યોજાશે. આ મહિનામાં સેન્સેક્સ અને નિફ્ટીએ આઉટપર્ફોર્મન્સ આપ્યું છે. જે ગતવર્ષે 2022માં પણ ડિસેમ્બર મહિનો આકર્ષક રહ્યો હતો.
આ વર્ષે બેન્કિંગ, ફાઈનાન્સિયલ્સ, પીએસયુ સહિતના સેગમેન્ટ પણ આઉટપર્ફોર્મર રહ્યા છે. જેમાં રેલવે સેક્ટરના આ શેરોમાં રોકાણકારોને 100 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. જેમાં આઈઆરએફસી, રેલટેલ કોર્પોરેશન, રેલવિકાસ નિગમ સહિતના શેરો સામેલ છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સ્મોલકેપમાં સૌથી વધુ 43.50 ટકા, જ્યારે મીડકેપમાં 45.65 ટકા રિટર્ન પ્રાપ્ત થયું છે.
IRFC:
ઈન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન લિમિટેડના શેર 2023માં સતત તેજીના વલણમાં રહ્યા છે. આ સ્મોલ-કેપ રેલ્વે સ્ટોક લગભગ ₹33થી વધી ₹104ના સ્તરે પહોંચ્યો છે. IRFC શેરની કિંમત 2023માં 200 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. છેલ્લા છ મહિનામાં તે 195 ટકાથી વધુ વધ્યો છે જ્યારે છેલ્લા એક મહિનામાં આ મલ્ટિબેગર સ્ટોક 25 ટકાથી વધુ વધ્યો છે.
RVNL:
રેલ વિકાસ નિગમ લિમિટેડના શેરોએ 2023માં તેના શેરધારકોને આકર્ષક 160 ટકાથી વધુ રિટર્ન આપ્યું છે. RVNL શેરની કિંમત લગભગ ₹69થી વધીને ₹178 પર પહોંચી ગઈ છે. આ મલ્ટિબેગર સ્ટોકે છેલ્લા એક મહિનામાં તે લગભગ 7 ટકા વધ્યું છે. તેથી, શેરે સમગ્ર વર્ષ દરમિયાન IRs પોઝિશનલ રોકાણકારોને આકર્ષક વળતર આપ્યું છે.
IRCON:
ઇરકોન ઇન્ટરનેશનલ લિમિટેડનો શેર ₹60થી 185 ટકા વધી ₹170 પ્રતિ સ્તરે પહોંચ્યો છે, આ રેલ્વે સ્ટોક છેલ્લા છ મહિનામાં શેરધારકોના નાણાં બમણા થઈ ગયા છે. જો કે, આ મલ્ટીબેગર સ્ટોક છેલ્લા એક મહિનામાં ઘટ્યો છે.
RailTel:
Railtel Corporation of India Ltdના શેર 2023માં લગભગ ₹127.50થી વધીને ₹296ના સ્તરે પહોંચ્યા છે, જે તેના શેરધારકોને લગભગ 130 ટકા રિટર્ન આપે છે. આ મલ્ટિબેગર સ્ટોક છેલ્લા છ મહિનામાં 120 ટકા વધ્યો છે જ્યારે છેલ્લા એક મહિનામાં તે રેન્જ-બાઉન્ડ રહ્યો છે.
Concord Control Systems:
આ રેલ્વે સ્ટોકનો શેર વાર્ષિક ધોરણે 300 ટકા ઉછળી ₹218 થી વધીને ₹890 થયો છે. છેલ્લા છ માસમાં 185 ટકા, જ્યારે એક માસમાં 35 ટકા રિટર્ન આપ્યું છે. જે મલ્ટીબેગર સ્ટોક સાબિત થયો છે.